September 17, 2024 3:20 PM
રાજ્યભરમાં આજથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
રાજ્યભરમાં આજથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેનાં ભાગરૂપે અનેક શહેરોમાં કાર્યક્રમો યોજાયા હતા. ગાંધીનગરમાં પથિકાશ્રમ એસટી ડેપો ખાતે રાજ્યનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કાર્યકર્તાઓ સાથે સફાઈ કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. બનાસકાંઠા જિલ્લાનાં કલેકટર મિહિર પટેલે અંબાજીમાં ગબ્બર તળેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. શ્રી પટેલે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ કર્મીઓને સ્વચ્છતા યોધ્ધા ગણાવીને ...