September 22, 2024 10:29 AM

રાજ્યના અંબાજી, સોમનાથ, સહિતના 32 સ્થળોના પ્રસાદની તપાસ કરાઇ

તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળતા દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. જેના અંતર્ગત ગુજરાતનાં પ્રસિદ્ધ તીર્થસ્થાનો અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના 32 સ્થળો પર પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાતમાં પ્રસાદ વહેંચણી કરતાં આવા વિવિધ 32 જેટલા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં આ સ્થળોના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબીનું તત્વ જોવા મળ્યું ન હતું, તેમ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ...

September 2, 2024 3:36 PM

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ;મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસ પ્રસંગે આજે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સવારે 10 વાગ્યા સુધીમાં 35 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને 25 જેટલી ધ્વજા પૂજા સંપન્ન થઈ હતી. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સહિત સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લહેરીના હસ્તે મહાદેવની પાલખી પૂજા કરી હતી. ત્યારબાદ સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હત...