September 26, 2024 3:50 PM

સુરતમાં એક કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગને પગલે એક વ્યક્તિનું મોત નિપજ્યૂ છે, જ્યારે અન્ય કેટલાકને ઈજા થવા પામી છે

સુરતમાં એક કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગને પગલે એક વ્યક્તિનું મોત નિપજ્યૂ છે, જ્યારે અન્ય કેટલાકને ઈજા થવા પામી છે. આગ એટલી તો ભયાનક હતી કે દૂર દૂર સુધી તેનો ધુમાડો જોઈ શકાતો હોવાનું સ્થાનિક લોકો જણાવે છે. આગ વિશેની માહિતી મળતા સરથાણા, કાપોદ્રા વિસ્તારની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગોડાઉનમાં ફસાયેલા લોકોને બહાર કઢાયા હતા. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે ફાયર વિભાગના કર્મચારીઓએ પાંચ કામદારોને ઉગાર્યા હતા.

September 21, 2024 9:59 AM

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ આવ્યો હતો. જો કે, રેલવે કર્મીની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે ડિવિઝન સુરતના કીમ રેલવે રેલવે સ્ટેશનથી થોડે દૂર કોઈ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ અને ચાવીઓ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની રેલવે કર્મચારીને જાણ થતાં તેમણે સ્થળ પર પહોંચીને ટ્રેક પર મૂકાયેલી ફિશ પ્લેટ અને ચાવીઓને દૂર કરવામાં આવી હતી. આમ રેલવે કર્મચારીની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ થતાં અટકી ગઈ હતી.

September 9, 2024 7:29 PM

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે

સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસે ગતરાત્રે જ આ મામલે તાત્કાલિક કોમ્બિંગ કરી ડ્રોન, સીસીટીવી અને વિડિયોના માધ્યમથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે આ મામલે 28 જેટલા લોકોની અટકાયતકરી છે તેમજ આ મામલે 3 ગુના દાખલ કર્યા છે. એક ગુનો નાના બાળકો સામે પણ નોંધાયોછે. સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે આ મામલાની તપાસ માટેક્રાઈમબ્રાન્ચ,...

July 18, 2024 7:57 PM

સુરતના આંતકવિરોધી દળ– ATS એ દરોડા પાડતા અંદાજે 50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરતના પલસાણા તાલુકામાં આંતકવિરોધી દળ– ATS એ દરોડા પાડતા નશીલા પદાર્થો માટે વપરાતી સમગ્રી સહિત અંદાજે 50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો અને ત્રણ લોકોની ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીને આધારે ATSએ ગઈકાલે મોડી રાતે કાચા મકાનમાં ચાલતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. દરમિયાન ફેકટરીમાંથી પ્રવાહી સ્વરૂપે 31 લીટર એમડી ડ્રગ્સ અને ચાર કિલોગ્રામ પદાર્થ સ્વરૂપે એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ સાથે પોલીસે ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.. એટીએએસના અધિકારીઓએ પત્રકારોની સાથેની વાતચીતમાં કહ...