July 18, 2024 7:15 PM
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર પહોંચી ગયો
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર પહોંચી ગયો છે. આ સાથે રાજ્યના કુલ 206 જળાશયમાં કુલ સંગ્રહશક્તિના 35.38 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે એમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે આજે સવારે 8 વાગ્યાના અહેવાલ મુજબ ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે, જેમાં જામનગરના વાગડીયા અને સસોઈ-2 તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ સો ટકા ભરાતા હાઈ અલર્ટ અપાયું છે. આ ઉપરાંત જુનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડા...