July 16, 2024 7:52 PM

સરકારી હોસ્પિટલના તબીબો અને મેડીકલ સ્ટાફના પ્રોત્સાહક ભથ્થામાં ૧૦ થી ૧૫ ગણો વધારો જાહેર

રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલના તબીબો અને મેડીકલ સ્ટાફના પ્રોત્સાહક ભત્થામાં ૧૦ થી ૧૫ ગણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે આજે કેબિનેટ બેઠકમાં લેવાયેલ આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત સરકારી હોસ્પિટલોને મળતી આવકમાંથી હોસ્પિટલોના ડોક્ટર, પેરા-મેડીકલ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા પ્રોત્સાહક ભત્થામાં ૧૦ થી ૧૫ ગણો વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે મુજબ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ આવકના ૨૫ ટકા...