August 9, 2024 8:03 PM

સંસદના બંને ગૃહો આજે અનિશ્ચિત સમય માટે સ્થગિત

સંસદના બંને ગૃહો આજે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા છે.. સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી શરૂ થયું હતું અને સોમવારે સમાપ્ત થવાનું હતું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે 115 કલાક સુધી ચાલેલા આ સત્રમાં 15 બેઠકો યોજાઈ હતી. તેમણે કહ્યુંકે બજેટ પર 27 કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ. તેમણે કહ્યું કે સત્ર દરમિયાન 12 વિધેયક રજૂ કરવામાં આવ્યા હતાઅને તેમાંથી ચાર લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે બજેટ પર લગભગ 22 કલાક સુધી ગૃહમાં ચર્ચા થઈ. તેમણે કહ્યું કે સત્ર...

August 8, 2024 8:47 PM

સંસદમાં સરકારે જણાવ્યું કે, વિદેશમાં રહેતા ભારતીયોની સાથે સાથે ત્યાંની જેલમાં બંધ કેદીઓની સલામતી પણ અમારી પ્રાથમિકતા છે

સંસદમાં સરકારે જણાવ્યું કે, વિદેશમાં રહેતા ભારતીયોની સાથે સાથે ત્યાંની જેલમાં બંધ કેદીઓની સલામતી પણ અમારી પ્રાથમિકતા છે. રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રી કિર્તીવર્ધન સિંહે લેખિત જવાબમાં કહ્યું, હાલમાં 9 હજાર 728 ભારતીય કેદી વિદેશની જેલમાં બંધ છે. આમાંથી સૌથી વધુ 2 હજાર 594 કેદી સાઉદી અરબમાં છે. જ્યારે સંયુક્ત અરબ અમીરાતમાં 2 હજાર 308, નેપાળમાં 5 હજાર 282 કેદી છે. આંકડાઓ મુજબ, છેલ્લા 10 વર્ષમાં લગભગ 125 ભારતીય કેદીઓને વિદેશમાં મૃત્યુદંડની સજા થઈ છે.

August 8, 2024 2:18 PM

ડુંગળી અને બટાટાના ભાવ વધારાને લઈને વિપક્ષીદળોના સંસદ સભ્યોએ આજે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું

ડુંગળી અને બટાટાના ભાવ વધારાને લઈને વિપક્ષીદળોના સંસદ સભ્યોએ આજે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંસદોએ ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર બાંહેધરી આપવાની પણ માગણી કરી હતી. શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ'બ્રાયન,RJD સાંસદ મનોજ કુમાર ઝા, કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારી અને NCP (શરદ પવાર) સાંસદ સુપ્રિયા સુલે સહિત અન્ય લોકોએ વિરોધમાં ભાગ લીધો હતો.

July 22, 2024 7:27 PM

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આવતી કાલે લોકસભામાં બજેટ રજૂ કરશે

આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આવતી કાલે લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મનું આ પ્રથમ બજેટ છે. દરમ્યાન, સુશ્રી સીતારમણે આજે લોકસભામાં વર્ષ 2023-24નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. નાણાકીય વર્ષ 2024-25માં વાસ્તવિક જીડીપીનો વૃધ્ધિ દર 6.5 ટકાથી સાત ટકાનો અંદાજવામાં આવ્યો છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, અનિશ્ચિત વૈશ્વિક આર્થિક સ્થિતિ છતાં નાણાકીય વર્ષ 2023-24માં સ્થાનિક વૃધ્ધિનાં ચાલક બળોએ ભારતન...

July 16, 2024 8:01 PM

સંસદના બજેટ સત્રના પ્રારંભ પૂર્વે સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી

સંસદના બજેટસત્ર પૂર્વે સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન સરકાર સંસદનાબંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સહકાર માંગશે. બજેટસત્ર 22 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. 23મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાંઆવશે. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આ પહેલું બજેટ હશે. ગયા મહિને સંસદનાબંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યુંહતું કે આ બજેટ સરકારની દૂરોગામી નીતિઓ અને ભવિષ્યનાં અભિગમનો અસરકારક દસ્તાવેજ હશે...