September 17, 2024 6:50 PM

ભારતીય શેરબજાર સૂચકાંક સેન્સેક્સે આજે 83 હજારની સપાટી વટાવી હતી

ભારતીય શેરબજાર સૂચકાંક સેન્સેક્સે આજે 83 હજારની સપાટી વટાવી હતી. 30 શેરોનોઆ ઇન્ડેક્સ 90 પોઇન્ટ વધીને 83 હજાર 79 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 34 પોઇન્ટવધીને 25 હજાર 418 પર બંધ રહ્યો હતો. રોકાણકારોની નજર આજથી શરૂ થઈ રહેલી યુએસ ફેડરલઓપન માર્કેટ કમિટીની પોલીસી બેઠક પર હતી. મિડકેપ 100 ઇન્ડેક્સ 79 પોઇન્ટ ઘટીને 60હજાર 180 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ ઘટીને 19 હજાર 465 પર બંધ રહ્યો હતો.

September 2, 2024 7:56 PM

શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટને પગલે ભારતીય સૂચકાંકો સોમવારે નવી ઊંચી સપાટીએ બંધ થયા હતા

શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટને પગલે ભારતીય સૂચકાંકો સોમવારે નવી ઊંચી સપાટીએ બંધ થયા હતા. સેન્સેક્સ 194 પોઇન્ટ વધીને 82 હજાર 559 અનેનિફ્ટી 42 પોઇન્ટ વધીને 25 હજાર 279 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.દિવસ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ અનુક્રમે 82 હજાર725 અને 25 હજાર 333ની નવી ઊંચી સપાટી બનાવી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 1786શેર વધ્યા હતા, 2 હજાર 256 શેર ઘટ્યા હતા. જોકે નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયા હતા

August 12, 2024 3:39 PM

પ્રારંભિક તબક્કે ઘટાડા બાદ શેરબજારમાં બસો જેટલા પોઇન્ટનો સુધારો

ભારતીય શેરબજારમાં આજે પ્રારંભિક તબક્કે ઘટાડાનું વલણ રહ્યુ હતું.. આજે સવારે શેરબજાર ખુલતાની સાથે જ 250 કરતાં વધુ પોઇન્ટ ગગડ્યુ હતું.. જોકે ત્યારબાદ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો.. હાલમાં શેરબજાર બસો પોઇન્ટ જેટલા વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.. નિફ્ટીમાં પણ શરૂઆતના કડાકા બાદ ફરી સુધારો જોવા મળ્યો હતો.