August 5, 2024 8:12 PM

હિંસાગ્રસ્ત બાંગલાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડ્યો

બાંગલાદેશમાં અનામતના વિરોધમાં છેલ્લાં કેટલાંક દિવસથી ચાલી રહેલા વિદ્યાર્થીઓનાં હિંસક આંદોલન વચ્ચે શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી દીધો હોવાનાં અહેવાલ છે.શેખ હસીના લશ્કરનાં હેલિકોપ્ટરમાં રવાના થયા હતા. લશ્કરના વડા જનરલ વકાર-ઉઝ-ઝમાને આજે જાહેરાત કરી હતી કે, દેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવશે. બાંગલાદેશના માધ્યમોના અહેવાલ પ્રમાણે ઢાકામાં પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ગોનોભબન પર સેંકડો દેખાવકારોનું ટોળું ધસી આવ્યા બાદ પ્રધાનમંત્રી હસીના સલામત સ્થળ માટે રવાના થયા ...