September 9, 2024 6:22 PM

પ્રધાનમંત્રી મોદી 15 સપ્ટેમ્બરે ઝારખંડની તેમની મુલાકાત દરમિયાન પીએમ આવાસ યોજનાનો પ્રથમ હપ્તો લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરશે: શિવરાજ સિંહ ચૌહાણ

ભાજપના ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતુંકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે રાજ્યની તેમની મુલાકાત દરમિયાન પીએમ આવાસ યોજનાનો પ્રથમ હપ્તો લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરશે. શિવરાજસિંહ ચૌહાણે ઝારખંડની પ્રધાનમંત્રીની મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરી હતી.. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીની જમશેદપુરની મુલાકાત દરમિયાન તેઓ , વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી ફરકાવશે. આ  ઉપરાંત, શ્રી મોદી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.

September 6, 2024 9:34 AM

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે આંધ્ર પ્રદેશમાં પૂરથી 1.8 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે આંધ્ર પ્રદેશમાં પૂરથી 1.8 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે. પ્રારંભિક અંદાજ મુજબ લગભગ 2 લાખ ખેડૂતોને અસર થઈ છે.તેમણે કહ્યું કે, ખાસ કરીને ફૂલો અને હળદરના પાકને ઘણું નુકસાન થયું છે. શ્રી ચૌહાણ પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરવા આંધ્રપ્રદેશ અને તેલંગાણાની બે દિવસીય મુલાકાતે છે. કૃષિ પ્રધાને નુકસાનની આકારણી પૂર્ણ કર્યા પછી કેન્દ્ર સરકાર તરફથી બંને રાજ્યોને તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું, આકારણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અને NDRFની ...