September 13, 2024 9:41 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત બાદ 35 ભારતીય નાગરિકોને રશિયન સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા :વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત બાદ 35 ભારતીય નાગરિકોને રશિયન સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે લગભગ 50 ભારતીય નાગરિકો હજુ પણ રશિયન સેનામાં છે અને તેમને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરાવીને ભારત પરત લાવવા માટે ભારત સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે. આ સાથે મુક્ત કરાયેલા ભારતીયોની કુલ સંખ્યા 45 થઈ ગઈ છે. પ્રધાનમંત્રીની મુલાકાત અગાઉ 10 ભારતીય નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ભારત-ચીન સંબંધો પર વિદેશ મંત્રીના...