September 9, 2024 7:51 PM
રિયાધમાં આયોજિત ભારત-GCC સંયુક્ત મંત્રી સ્તરીયબેઠકમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુધ્ધ વિરામની હિમાયત કરતાં કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશકંર
આજે રિયાધમાં આયોજિત ભારત-GCC સંયુક્ત મંત્રી સ્તરીય બેઠકના ઉદ્ઘાટનમાં, વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ગાઝામાં ચાલી રહેલી પરિસ્થિતિ પર ભારતની સૈદ્ધાંતિક અનેસુસંગત સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું હતુ કે ભારત આતંકવાદ અને બંધક બનાવવાના કૃત્યોની નિંદા કરે છે, અમે નિર્દોષ નાગરિકોના સતત મૃત્યુથી ખૂબ જ દુઃખી છીએ. કોઈપણ પ્રતિભાવ માનવતાવાદી કાયદાના સિદ્ધાંતોને ધ્યાનમાં લેવો જોઈએ. અમે શક્ય તેટલી વહેલી તકે યુદ્ધવિરામનું સમર્થન કરીએ છીએ," તેમ પણ કેન્દ્રીય મંત્રી શ્રીજયશંકરે ઉમેર્યુ હતું.પેલેસ્ટાઈનના મુદ્દા...