August 13, 2024 7:40 PM
વલસાડના દરિયાકાંઠેથી પહેલી વાર પોણા છ કરોડ રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો પકડાયો
વલસાડ જિલ્લામાં સૌપ્રથમ વખત દરિયાકાંઠેથી પોણા છ કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ પોલીસે પકડ્યો છે.વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, વલસાડ પોલીસે દ્વારકા અને કચ્છ પોલીસની મદદથી ઉદવાડા દરિયાકાંઠેથી માદક પદાર્થના 11 પેકેટ કબજે કર્યા છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પોણા છ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. તેમ જ આ પેકેટ અને થોડા સમય પહેલા દ્વારકામાંથી પકડાયેલા આવા પેકેટ એકસમાન હોવાનું ખૂલ્યું છે.વલસાડ SOG અને પારડી પોલીસને દરિયાકાંઠે આવેલી સુરક્ષા દિવાલ પાસે શંકાસ્પદ પેકેટ ...