July 22, 2024 7:36 PM

આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાના વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

July 22, 2024 3:50 PM

રાજ્યમાં આજે સવારે 6 થી 12 વાગ્યા દરમિયાન 108 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે સવારે 6 થી 12 વાગ્યા દરમિયાન 108 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, રાજ્યના 108 જેટલા તાલુકાઓમાં આજે હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધારે 11 ઈંચ વરસાદ દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો. જૂનાગઢ જિલ્લાના માણાવદર, અને માળિયા હાટીનામાં પાંચ ઇંચથી વધુ વરસાદ થયાના અહેવાલ છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ ઉપરાંત રાજકોટ, ગીરસોમનાથ, પોરબંદર, તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારીમાં આજે ઘણા વિસ્તારોમાં ...

July 19, 2024 7:46 PM

કચ્છના નખત્રાણાતાલુકાના મંગવાણામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ

કચ્છના નખત્રાણા તાલુકાના મંગવાણામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો. ભુજ- નલિયા હાઇ-વે બેટમાં ફેરવાયો છે. અમરેલીના ખાંભા, વાડિયા અને કુંકાવાવ વિસ્તારમાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. રાજકોટના ઉપલેટા જિલ્લાના વેણુ ડેમના ઉપરવાસમાં થઇ રહેલા સતત વરસાદને કારણે મોટા પાયે પાણીની આવક થતા ડેમના ૭ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી હેઠવાસના ગામોમાં લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે..

July 19, 2024 4:27 PM

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ અલર્ટ જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ અલર્ટ, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ,જામનગર,પોરબંદર,જુનાગઢ, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત સુરેન્દ્રનગર,અમરેલી,મોરબી,ગીરસોમનાથ,બોટાદ,કચ્છ અને દીવના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદને જોતા એનડીઆરએફની દસ ટીમો તૈનાત કરવામાં આવી છે. સવારે 6 વાગ્યાથી શરૂ કરીને બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 72 તાલુકાઓમાં વરસાદ...

July 19, 2024 2:52 PM

હવામાન વિભાગે આજે ગુજરાત દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે આજે ગુજરાત દરિયાકાંઠાનાં વિસ્તારો, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા માધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, પૂર્વોત્તર ભારત, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી સહિતનાં રાજ્યોમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ચાર દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને...

July 18, 2024 7:59 PM

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ અલર્ટ

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ અલર્ટ, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત સુરેન્દ્રનગર,અમરેલી,મોરબી,ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના કેટલાક ભાગોમાં ભારે વરસાદના આગાહી છે. દક્ષિણ ગુજરાત તેમજ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,પાટણ સહિત કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 20 ...

July 18, 2024 7:09 PM

રાજ્યમાં આજે સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 40 જેટલા તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 40 જેટલા તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલીમાં બે કલાકમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે વલસાડના તાલુકા, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર,ભાણવડ, જુનાગઢ તાલુકા અને શહેરમાં તેમજ નવસારીના જલાલપોરમાં એક ઇંચથી વધુ વરસાદના અહેવાલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે કે, કલ્યાણપુર તાલુકામાં ભાટીયા, નંદાણા, પટેલકા,રાવલ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે દ્વારકા- લીંબડી ધોરીમાર્ગ પર પાણી ફ...

July 17, 2024 2:14 PM

દક્ષિણ ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને મધ્યમહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાત,કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.દરમિયાન, સતત ભારે વરસાદને કારણ...

July 16, 2024 4:23 PM

આજે સમગ્ર પશ્ચિમ કિનારાના તટિયપ્રદેશો અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે સમગ્ર પશ્ચિમ કિનારાના તટિયપ્રદેશો અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટક, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ-અલગ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. વિભાગે આ વિસ્તારો માટે રેડ એલર્ટ અને કેરળમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ, છત્તીસગઢ, ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ...

July 16, 2024 4:15 PM

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 32 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 32 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 39.74 ટકા વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં, વરસ્યો છે.જ્યારે કચ્છ ઝોનમાં ૩૯.૧૦ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૭.૬૫, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ૨૨.૨૬ જયારે ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૧.૫૨ ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદી પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 108 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ 14 ઈંચ વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો છે. આજે સવારે 6 વાગે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ભરૂચ ...