August 5, 2024 3:34 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ખાબક્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ખાબક્યો છે. નવસારીના ખેરગામ તાલુકામાં નવ, જ્યારે વલસાડના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત—સાત ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 67 ટકાથી વધુ વરસાદ આવ્યો છે. આમાંથી સૌથી વધુ 86 ટકાથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. જ્યારે વઘઈ અને પારડી તાલુકામાં પાંચ-પાંચ ઈંચ, વાપી, સુબિર અને ડોલવણ મળીને કુલ ત્રણ તાલુકામાં ચાર–ચાર ઈંચ તથા ઉમરગામ, તિલકવાડા અને ગણદેવી તાલુકામાં બે –બે ઈંચ વરસાદ નો...

July 31, 2024 3:29 PM

રાજ્યના કુલ ૧૬૯ તાલુકામાં ગત ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો

રાજ્યના કુલ ૧૬૯ તાલુકામાં ગત ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં પાટણ તાલુકામાં પાંચ ઇંચ અને સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.જયારે ઉત્તર ગુજરાતમાં મહેસાણાના વિસનગર તાલુકામાં ચાર ઇંચ, જોટાણા, ખેરાલુ, મહેસાણા મળીને કુલ ત્રણ તાલુકામાં ત્રણ –ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના ઘોઘામાં એક ઇંચ વરસાદ થયો હોવાના અહેવાલ છે. જ્યારે ભાવનગર શહેરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ ઉપરાંત બેચરાજી, રાધનપુર, સાંતલપુર, લખાણી, માંડવી-કચ્છ, ચાણસ્મા, અંજાર, સિદ્ધપુર, વડનગર, દેત્રોજ- ર...

July 30, 2024 7:42 PM

રાજ્યમાં આવતીકાલે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આવતીકાલે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લામાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં, કચ્છમાં તેમજ સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સ્થળોએ પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિકલાક રહેવાની સંભાવના છે. રાજ્યના જળાશયોમાં વરસાદને કારણે પા...

July 30, 2024 3:28 PM

રાજ્યના ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મેઘ મહેર જોવા મળી

રાજ્યના ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મેઘ મહેર જોવા મળી હતી.મહેસાણા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ મહેસાણાના વિસનગર અને સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મહેસાણાના વિજાપુર અને જોટાણા, ભરૂચના હાંસોટ, મહીસાગરના લુણાવાડા અને બનાસકાંઠાના વડગામ તાલુકામાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજરોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 59 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ...

July 30, 2024 2:31 PM

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગઈકાલે આખી રાત વરસાદ વરસતા ગંગોત્રી—યમુનોત્રી હાઈ-વે પર અનેક જગ્યાએ કાટમાળના કારણે પરિવહન બંધ કરાયું

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગઈકાલે આખી રાત વરસાદ વરસતા ગંગોત્રી—યમુનોત્રી હાઈ-વે પર અનેક જગ્યાએ કાટમાળના કારણે પરિવહન બંધ કરાયું છે. નદી-નાળાની જળસપાટી વધવાથી ઘણું નુકસાન પહોંચ્યું છે. ગંગોત્રી હાઈ-વે પર નેતાલા પાસે કાટમાળના કારણે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. આ જ રીતે યમુનોત્રી રાષ્ટ્રીય હાઈ-વે પર પણ ડાબરકોટના ખરાદીથી આગળ માર્ગ બંધ કરાયો છે. આ અંગેની માહિતી મળતાં NHAI અને B.R.O.ની ટુકડીએ માર્ગને પૂર્વવત્ કરવાની કામગીરી કરી હતી. આ જિલ્લા આપદા સંચાલન કેન્દ્ર ઉત્તરકાશીના જણાવ્યા પ્રમાણે, હાલમાં ...

July 29, 2024 3:53 PM

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે સવારે ૮ થી ૧૦માં પાંચ ઇંચથી વધુ જયારે સવારે ૬ થી ૮માં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે સવારે ૮ થી ૧૦માં પાંચ ઇંચથી વધુ જયારે સવારે ૬ થી ૮માં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં ૪ ઇંચ, વસો તાલુકામાં ૩ ઇંચ, દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં ૩ ઇંચ, જ્યારે મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ૩ ઇંચ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ મહુધા, ઝાલોદ, મોરવા-હડફ, લુણાવાડા, સિંગવડ, ફતેહપુરા અને કડાણા મળીને કુલ સાત તાલુકાઓમાં બે-બે ઇંચ વરસ...

July 29, 2024 3:48 PM

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 55.93 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 55.93 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આમાંથી સૌથી વધુ 75.69 ટકા વરસાદ કચ્છ જિલ્લામાં વર્સ્યો છે. જ્યારે સૌથી ઓછો 30.12 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ, અત્યાર સુધીમાં 34 તાલુકામાં સરેરાશ 39 ઈંચ અને 43 તાલુકામાં 20થી 39 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગાંધીનગરના માણસા તાલુકામાં સવારે 11 વાગ્યા સુધી ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે ઈટાદરા, સોલૈયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જ્યારે માણસા-ગાંધીનગર હાઈ...

July 22, 2024 7:54 PM

વરસાદના પગલે રાજ્યમાં હવાઇ સેવા પણ અસરગ્રસ્ત થઇ

વરસાદના પગલે રાજ્યમાં હવાઇ સેવા પણ અસરગ્રસ્ત થઇ છે. સુરતના હવાઈમથક ખાતે ખાનગી કંપનીના વિમાનના પાયલટે ઓછી વિઝિબલિટી વચ્ચે પણ વિમાનનું સફળ ઉતરાણ કરાવ્યું હતું. ઈન્દોરથી સુરત આવી રહેલું આ વિમાનને ભારે વરસાદના કારણે ઉતરાણમાં મુશ્કેલી થઈ રહી હતી. દરમિયાન એક કલાક હવામાં વિમાન ફેરવ્યા બાદ સલામત રીતે વિમાનનું ઉતરાણ કરાવનારા પાયલટની સમયસૂચકતાને યાત્રિઓએ બિરદાવી હતી.

July 22, 2024 7:52 PM

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 147 જેટલા તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ખાતે આજે રાજ્યનો સૌથી વધુ 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના માણાવદર, વીસાવદર, માળિયા હાટિના, દ્વારકા , ઉપલેટા પંથકોમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના પલસાણા, બારડોલી, કામરેજ, કપરાડા, માંડવી, વાપી સહિતના પંથકોમાં પણ ચાર ઇંચથી વધુ વરસાદ થયાના અહેવાલ છે. દેવભૂમિદ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાન...

July 22, 2024 7:49 PM

રાજ્યમાં આવતીકાલે દેવભૂમિદ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કરાયું

રાજ્યમાં આવતીકાલે દેવભૂમિદ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 24 જુલાઈએ અમરેલી, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે 24મીએ રાજકોટ, જુનાગઢ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.