August 23, 2024 8:43 AM
ગઇ કાલે રાજ્યનાં 50 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.
ગઇ કાલે રાજ્યનાં 50 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ મોડાસામાં જ્યારે છોટા ઉદેપુરના સંખેડા તાલુકા, પાટણ જિલ્લાના સરસ્વતી અને પાટણ, ભાવનગર જિલ્લાના મહુવા અને ગાંધીનગરના માણસા તાલુકામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. અમારા પાટણના પ્રતિનિધિ જણાવે છે કે, ગઇ કાલે બપોરે પાટણમાં 1 કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એકધારા વરસાદને પગલે જનજીવન પર અસર પડી હતી.અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે, ગોહિલવાડ પંથકમાં આ વર્ષે મહુવામાં જ સારો વરસાદ પડ્યો છે. ભાવ...