August 27, 2024 7:08 PM

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર તેમ જ જુનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર તેમ જ જુનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાયના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના હવામાન વિભાગે આજે 27 જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. આજે વરસાદની ત્રણ સિસ્ટમ સમગ્ર રાજ્યને ઘમરોળશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં મ...

August 27, 2024 3:42 PM

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારે રાજ્યને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે આર્મીની 6 કોલમ ટુકડી ફાળવી

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારે રાજ્યને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે આર્મીની 6 કોલમ ટુકડી ફાળવી છે. ગાંધીનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, આ ટુકડી વરસાદથી વધુ અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં તહેનાત કરવામાં આવી છે. બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે, કાળુભા નદી બે કાંઠે વહેતી થઈ છે. જ્યારે નદીમાં તણાતી કારમાં સવાર આઠ જેટલા લોકોને ઢસા પોલીસ સહિત સ્થાનિક લોકોએ બચાવ્યા હતા. ઉપરાંત ભીમનાથ ...

August 27, 2024 3:39 PM

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, છેલ્લા 2 દિવસથી રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, છેલ્લા 2 દિવસથી રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે આણંદમાં 10 અને ખેડામાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર, છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત આણંદના સોજીત્રા અ...

August 27, 2024 3:37 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 880 મિલીમીટર સાથે મોસમનો સરેરાશ 99 ટકાથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલ છે. સૌથી વધારે 117 મિલીમીટર વરસાદ કચ્છ ઝોનમાં, 108 મિલીમીટર વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 87 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના 76 ડેમ 100 ટકા, 46 ડેમ 70થી 100 ટકા, 23 ડેમ 50થી 70 ટકા જેટલા ભરાઈ ગયા છે. ઉપરાંત રાજ્યના 96 ડેમ હાઈ-અલર્ટ, 19 ડેમ અલર્ટ અને સાત ડેમ ચેતવણી પર છે. ગાંધી...

August 27, 2024 2:35 PM

ગુજરાતમાં અતિ ભારે વરસાદથી સર્જાયેલી પુરની સ્થિતિનો સામનો કરવા લશ્કરની મદદ લેવાશે

ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે.ત્યારે બચાવ અને રાહત કામગીરી માટે લશ્કરની પાંચ ટુકડીઓ તૈનાત કરી દેવાઇ છે.. રાજ્યના તમામ ઝોનમાં એક એક ટુકડી તૈનાત કરવામાં આવશે. અત્યાર સુધીના જાહેર થયેલા વરસાદના આંકડા અનુસાર રાજ્યના 251 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.. જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબીમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.મોરબીના ટંકારામાં ચોવિસ કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો.. જ્યારે નર્મદા અને ઉકાઉ ડેમમા પણ પાણીની જળસપાટીમાં વધારાના કારણે ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોના ...

August 26, 2024 3:32 PM

આગામી ત્રણ દિવસ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લા સિવાયના તમામ જીલ્લાઓ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ગીર સોમનાથ, પોરબંદર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની વર્તમાન વરસાદની સ્થિતિ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી તેમજ સ્થિતિનો તાગ મેળવીને તમામ સહાયની ખાતરી આપી હતી. આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં...

August 26, 2024 3:26 PM

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના તમામ ડેમોમાં થઇ પાણીની ભરપૂર આવક

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના તમામ ડેમોમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. સરદાર સરોવર ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઉપરવાસમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી બે લાખ 47 હજાર 363 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પ્રકાશા ડેમમાંથી હાલ 1 લાખ 53 હજાર 832 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે... સત્તાવાળાઓએ તાપી નદી બે કાંઠે વહેતી થતા નદીના પટમાં રહેતા ગામોને સાવધ કર્યા છે. ઉપરવાસમાં સારા વરસાદના પગલે ધરોઈ ડેમમાં ...

August 26, 2024 3:25 PM

દક્ષિણ, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે વરસી રહ્યો છે ભારે વરસાદ

દક્ષિણ, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લાની અંબિકા નદી તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.. નવસારી જિલ્લા વહીવટી તંત્રે નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને વહીવટી તંત્રના સંકલનમાં રહેવા સૂચના આપી છે. જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે 3 સ્ટેટ હાઇવે, જિલ્લાના 6 મુખ્યમાર્ગ અને પંચાયતના 110 રસ્તાઓ બંધ કરાયા છે. આ ઉપરાંત નાગરિકો માટે ટોલ ફ્રી નંબર ૧૦૭૭ તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર ૦૨૬૩૭-૨૩૩૦૦૨/૨૫૯૪૦૧ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. તો ભરૂચ જીલ્લામાં...

August 26, 2024 3:15 PM

રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિને જોતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સિ ઑપરેશન સેન્ટર પહોંચ્યા

રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિને જોતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સિ ઑપરેશન સેન્ટર પહોંચ્યા હતા. તેમની સાથે મુખ્ય સચિવ રાજ કુમાર, મહેસૂલ, માર્ગ અ મકાન સહિતના અન્ય વિભાગના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને પ્રભારીઓ વીડિયો કોન્ફરેન્સથી જોડાશે. આ ઉપરાંત હવામન વિભાગ, એનડીઆરએફ, કોસ્ટગાર્ડના અધિકારીઓ તેમજ રાજ્યના પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લા સિવાયના તમામ જીલ્લાઓ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વર...

August 26, 2024 7:59 PM

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે જનજીવન ખોરવાયું

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે જનજીવન ખોરવાયું હતું. રાજ્યના 237 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, વડોદરાના પાદરામાં સૌથી વધુ 10 ઇંચથી વધુ વરસાદ નોઁધાયો હતો. દરમિયાનહવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેરકર્યું છે. જેને પગલે પ્રાથમિક શાળામાં રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 89 ટકા જેટલો ભરાયો, જ્યારે 72 ડેમ હાઇઅલર્ટપર છે. અનેક જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમે તૈનાત કરાઈ છે.