August 30, 2024 3:02 PM

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 980 મીલીમીટર કરતાં વધુ વરસાદ પડ્યો છે

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 980 મીલીમીટર કરતાં વધુ વરસાદ પડ્યો છે.આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાકમાં રાજ્યના 33 જીલ્લાઓના 222 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે.કચ્છના માંડવીમાં 388 અને મુંદ્રામાં 217 મીલીમીટર, દેવભૂમિ દ્વારકના મુખ્યમથક ખાતે 186 મીલીમીટર વરસાદ વરસ્યો છે. જો કે, આજે સવારના છથી દસ વાગ્યા સુધીમાં પાંચ તાલુકાઓમાં સૌથ વધુ કચ્છના મુદ્રામાં 26 મીલીમીટર, અંજારમાં 15, જામનગરના જોડીયામાં અને કચ્છના ભૂજમાં સામાન્ય વરસાદ વરસ્યો છે.રાજ્યના સૌથી મોટા સરદાર સરોવરમાં  86 ટકા જેટલો જળ સંગ્રહ થય...

August 29, 2024 9:54 AM

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આજે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે ઉત્તર અને મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનંી ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે અને તે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ઓડિશા અને ઉત્તરઆંધ્ર પ્રદેશના દરિયાકાંઠાની નજીક પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને આવતીકાલ સુધી ઉત્તરપૂર્વ અને તેની નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં, ગુ...

August 28, 2024 7:54 PM

ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા સહિત કેટલાક જિલ્લાઓ માટે ફ્લડ રિસ્ક અલર્ટ પણ આપ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દરમિયાન રાજ્યના 200થી વધુ તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે.

August 28, 2024 7:15 PM

રાજયમાં સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન 231 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજયમાં સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન 231 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ભાણવડમાં સાડા સાત ઇંચ અને ખંભાળિયામાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. નર્મદા ડેમાં 85 ટકા કરતાં વધુ જળસંગ્રહ છે રાજ્યના 118 ડેમ હાઇએલર્ટ પર છે.. રાજ્યમાં અત્યાર સુધીમાં 28 હજાર 495 લોકોનું સ્થાળાતંર કરાયું છે.. અત્યાર સુધીમાં 1 હજાર 856 લોકોને ઉગારવામાં આવ્યાં છે . વરસાદને કારણે નવ લોકોના મૃત્યુ થયા છે.. હવામાન વિભાગે આજે કચ્છ, સૌરાષ્ટ્, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જ્યારે મધ્ય ગુજરાતમાં ઓ...

August 28, 2024 11:44 AM

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન દેશનાં ઉત્તર પશ્ચિમી ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે દબાણ પશ્ચિમ દિશામાં જઈ રહ્યું છે, જે આવતી કાલ સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મેદાની અને દરિયાઇ વિસ્તારોમાં પ્રવેશીને પાકિસ્તાન તથા ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં પહોંચે તેવી સંભાવના છે. આને કારણે 31 ઓગસ્ટ સુધી ગુજરાત, સૌરા...

August 28, 2024 9:34 AM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ સામે નાગરિકોની સલામતી રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે. ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ સહિત રાહત કમિશનર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યની પરિસ્થતિનો સતત તાગ મેળવી જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું. રાજ્યમાં પૂરની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા રાહત-બચાવ કામગીરી માટે આર્મીની 6 કોલમ ક્રમશ: દેવભૂમ...

August 28, 2024 8:53 AM

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ વચ્ચે આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના જે જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે, તેમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપરુ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા...

August 27, 2024 7:52 PM

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાહત અને બચાવ કામગીરીના પગલાની સમીક્ષા કરી હતી. સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ ૯૯.૬૬ ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લામાં ૨૫૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં અંદાજે 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજકોટમાં પાંચ ઇંચ વરસાદ નોઁધાયો હતો. રાજ્ય સરકારને આ વરસાદી આફતમાં બચાવ કામગીરી સહિતની મદદ માટે આર્મીની 6 કોલમ ફાળવવામાં આવી છે, ઉપર...

August 27, 2024 7:16 PM

સોમનાથ મહાદેવ ખાતે સરસ મેળાના ડોમ ભારે વરસાદને કારણે પડી ગયા

સોમનાથ મહાદેવ ખાતે સરસ મેળાના ડોમ ભારે વરસાદને કારણે પડી ગયા હતા. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.. કચ્છ- મોરબી હાઇ- વે બંધ થથાં સાંસદ વિનોદ ચાવડાએ સોશિયલ મિડીયાના માધ્યમથી લોકોને રાધનપુરના રસ્તા પર આવવા-જવા અપીલ કરી હતી. કચ્છ નાની ખેડોઇ નજીક માધવનગરમાં 100થી વધુ ગાયોને અંજાર પોલીસ દ્વારા બચાવી લેવાઇ

August 27, 2024 7:12 PM

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. મધ્ય ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે પંચમહાલ જીલ્લાના 288, ખેડાના 88, આણંદના 41 અને વડોદરા જીલ્લાના 152 સહિત કુલ 569 ગામોમાં વીજપુરવઠો પ્રભાવિત થયો છે,જેને પુનઃસ્થાપિત કરવા માટે એમજીવીસીએલની 536 ટીમોમાં એક હજાર 706 કર્મચારી યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે