September 3, 2024 7:31 PM

હવામાન વિભાગે આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરા તેમજ ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત બુધવારે પણ ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહે કરાયું છે.

September 3, 2024 7:30 PM

રાહત નિયામકના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી રિસપોન્સ સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ

રાહત નિયામકના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી રિસપોન્સ સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા આજથી ૯મી સપ્ટેમ્બર સુધી રાજયમાં ભારેથી હળવા વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા રાહત નિયામકે જણાવ્યું હતુ. રાજ્યમાં વરસાદના કારણે ઊભી થયેલ પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પશુપાલન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગ...

September 3, 2024 7:20 PM

રાજ્યનાં 187 જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યનાં 187 જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ભરૂચ જિલ્લાના વાલિયામાં 6.14 ઇંચ તેમજ નેત્રંગમાં પાંચ ઇંચ વરસાદ થયાના અહેવાલ છે. સુરતના ઉમરપાડામાં 4 ઇંચ, અને વલસાડમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સેવાશ્રમ રોડ, શક્તિનાથ રેલવે ગરનાળુ અને કલેક્ટર કચેરી નજીક રેલવેનાળામાં પાણી ભરાતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાન પાંજરોલી તેમજ ડહેલી ગામના મામલતદારે મુલાકાત લીધી હતી. ભરૂચના વાલિયાના ડહેલી ગામે 87 લો...

September 2, 2024 7:48 PM

તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું

તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. તેલંગાણામાં ચારલોકોનાં મૃત્યુ થયા છે અને ડઝન લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. સૌથી અસરગ્રસ્તખમ્મમ, મહેબુબાબાદ અને સૂર્યાપેટ જિલ્લામાં પરિસ્થિતિ ગંભીરછે.દરમિયાન, આંધ્રપ્રદેશનામુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુએ પુરની સ્થિતિ અને રાહત કાર્યોનું નિરીક્ષણ કરવાવિજયવાડાનું રોકાણ કર્યું હતું. પૂરને કારણે આંધ્રપ્રદેશમાં નવ લોકોના મૃત્યું થયાછે. દરમિયાન, મહારાષ્ટ્રનામરાઠવાડા પ્રદેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે અન...

September 2, 2024 7:36 PM

રાજ્યમાં આજે ફરીથી વરસાદી માહોલ જામ્યો

રાજ્યમાં આજે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સવારના છ થી સાંજના છ વાગ્યા સુધી 111 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તાપીના સોનગઢમાં 8.58 ઇંચ, વ્યારામાં 8.23, જ્યારે ડાંગના વઘઇમાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપીમાં ભારે વરસાદને પગલે વ્યારાના પાનવાડી ગામેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 અને 56 પર પાણી ફરી વળતા સતર્કતાના ભાગરૂપે બંધ કરાયો છે. ડોલવણ તાલુકામાં પંચોલ ગામે આવેલ આશ્રમ શાળામાં ઓલણ નદીના પાણી ભરાતા એનડીઆરએફની ટીમે 200 જેટલા બાળકોને ...

September 2, 2024 7:19 PM

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.. હવામાન વિભાગે આવતીકાલે સુરત અને ભરૂચમા રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આણંદ, વડોદરા, નર્મદા સહિતના દક્ષિમ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ્ એલર્ટ જાહેર કર્યું છે.. અમદાવાદ, રાજકોટ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે..

September 2, 2024 3:27 PM

સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું

સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું છે.. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને તાપી સહીતના જીલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે.. આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં 91 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગ જીલ્લામાં સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો છે.. આ ઉપરાંત તાપીના સોનગઢમાં છ, નવસારીના વાંસદામાં સાડા પાંચ ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે.. અમરેલીના જાફરાબાદ બંદરે દરીયા કિનારે પવન સાથે કરંટ જોવા મળ્યો હતો, જેમાં જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવીને માછી...

September 1, 2024 7:45 PM

તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.

તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.. ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતા આર્થિક ફટક પડ્યો છે. ત્યારે મહેસાણા અને સુરેન્દ્રનગર જીલ્લાના ધારાસભ્યોએ ખેડૂતોને થયેલા નુકસાનને વળતર આપીને ભરપાઇ કરવાની માંગણી કરી છે. સુરેન્દ્રનગરના હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય અને દસાડાના ધારાસભ્ય પી. કે. પરમારે ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે..ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ દસાડાના ધારાસભ્ય પી કે પરમારે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે ક...

September 1, 2024 7:41 PM

ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક સમિતિની રચના કરી

ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક સમિતિની રચના કરી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની આગેવાની હેઠળ એક ઇન્ટર-મિનિસ્ટિરિયલ સેન્ટ્રલ ટીમની રચના કરાઇ છે. આ સમિતિ ટૂંક સમયમાં જ રાજ્યનાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીધેલા નિર્ણય અનુસાર ગૃહમંત્રાલયે IMCTની રચના કરી છે જે પૂર અને ભૂસ્ખલન રાજ્યોની મુલાકાત લીધી હતી.

September 1, 2024 2:49 PM

ભારતીય હવામાન વિભાગે આજે વિદર્ભ, તેલંગાણા, રાયલસીમા, કર્ણાટકના કેટલાક વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક સ્થળે અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી

ભારતીય હવામાન વિભાગે આજે વિદર્ભ, તેલંગાણા, રાયલસીમા, કર્ણાટકના કેટલાક વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક સ્થળે અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. પશ્ચિમ મધ્યપ્રદેશ અને મરાઠવાડામાં પણ ભારે વરસાદની આગાહી છે. આ તરફ મહારાષ્ટ્રમાં મુંબઈ અને તેના ઉપનગરોના મોટાભાગના વિસ્તારમાં વરસાદ ઓછો થયો છે. જોકે, હવામાન વિભાગે જાલના, પરભણી અને હિંગોળી માટે રેડ-અલર્ટ તોનાંદેડ અને લાતૂર માટે ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. જ્યારે નાંદેડ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં પણ વરસાદનું ...