September 9, 2024 4:08 PM

રાજ્યમાં વરસાદના પાણીની સારી આવક થતાં હાઈડ્રો પાવર સ્ટેશનમાંથી વિક્રમજનક વીજ ઉત્પાદન

રાજ્યમાં વરસાદના પાણીની સારી આવક થતાં હાઈડ્રો પાવર સ્ટેશનમાંથી વિક્રમજનક વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સરદાર સરોવર બંધમાં ગત ઑગસ્ટ મહિનામાં વીજ ઉત્પાદન 800 મિલિયન એકમને પાર પહોંચી ગયું છે. જ્યારે ઉકાઈ, ઉકાઈ મિની, કડાણા અને સરદાર સરોવર હાઈડ્રો પ્લાન્ટમાંથી કુલ એક હજાર 67 મિલિયન એકમનું વીજ ઉત્પાદન થયું છે. ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર બંધમાંથી છેલ્લા 5 વર્ષમાં સરેરાશ 4 હજાર 600 મિલિયન એકમ જેટલું ઉત્પાદન થયું હોવાના અહેવાલ છે.

September 9, 2024 3:54 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં માત્ર સરેરાશ સવા ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં માત્ર સરેરાશ સવા ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ કુલ 122 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત માછીમારોને 12 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ન...

September 9, 2024 3:08 PM

આગામી 24 કલાકમાં ઓડિશામાં અત્યંત ભારે વરસાદની સંભાવના :હવામાન વિભાગ

હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પરનું દબાણ આગામી 24 કલાકમાં તીવ્ર દબાણમાં પરિવર્તીત થવાની સંભાવના હોવાથી ઓડિશામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે આંધ્રપ્રદેશ, યાનમના દરિયાકાંઠાના વિસ્તારો માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ ઉપરાંત તેલંગાણા, પશ્ચિમ બંગાળ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભના કેટલાંક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. કેરળ, કર્ણાટક, આસામ, મેઘાલય, સિક્કિમ, ઝારખંડ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

September 6, 2024 3:35 PM

દક્ષિણ ગુજરાત ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં વરસાદે વિરામ લીધો

દક્ષિણ ગુજરાત ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ વરસાદે વિરામ લીધો છે. જ્યારે, ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના તલોદ તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ અને ગાંધીનગરના માણસા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગત ૨૪ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ બે ઇંચથી વધુ અને મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા ...

September 6, 2024 8:18 AM

રાજ્યમાં ગઈકાલથી અનેક જિલ્લામાં ફરી વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં ગઈકાલથી અનેક જિલ્લામાં ફરી વરસાદ વરસ્યો હતો. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે, મોઢેરા પર આવેલી કાવેરી શાળામાં વરસાદી પાણી ભરાતાં બાળકો અને શિક્ષકોને સલામત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. અહીં વિજાપુરમાં 4, મહેસાણામાં 3, જોતાણામાં 2 ઈંચ અને ઊંઝામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે, ગઈકાલે શિહોરમાં 2, પાલીતાણામાં એક, ઘોઘા અને ભાવનગરમાં અડધો-અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શહેરમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ...

September 5, 2024 8:07 PM

રાજ્યમાં સવારના છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 178 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે

રાજ્યમાં સવારના છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 178 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.. ગાંધીનગરના માણસમાં અને મહેસાણાના વિજાપુરમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે..ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના અમરેલી અને બોટાદમાં ઘણા વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લા અને કેન્દ્રશાસિત દાદરા અને નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે. માછીમાર...

September 5, 2024 3:13 PM

વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી ‘જળસંચય જનભાગીદારી અભિયાન’નો આરંભ થયો

વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી 'જળસંચય જનભાગીદારી અભિયાન'નો આરંભ થયો છે.. આ અંતર્ગત માંડવી તાલુકાના તડકેશ્વર ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે સુરત જિલ્લાના ૫૮૭ ગામોમાં ૧૦ કરોડ ૪૩ લાખના ખર્ચે ૨ હજાર ૩૧ જેટલા જળસંચયના કાર્યોનો પ્રારંભ થયો. મંત્રીએ રેઈન વોટર હાર્વેસ્ટિંગના ડિજીટલ મોનિટરીંગ ડેશ બોર્ડનું લોન્ચિંગ પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ 'જળસંચય અને જનભાગીદારી' હેઠળ જિલ્લાના બિનઉપયોગી અને બંધ ખાનગી ટ્યુબવે...

September 5, 2024 12:08 PM

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા દર્શાવી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા દર્શાવી છે. બનાસકાંઠા અને પાટણમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે અન્ય વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમ જ મોરબી અને કચ્છમાં આવતીકાલે કેટલાંક વિસ્તારમાં છૂટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે.રાજ્યના ગઈકાલે સવાર છથી આજે રાત્રે બે વાગ્યા સુધી 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ પાટણના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ...

September 4, 2024 11:00 AM

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરા તેમજ ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ અને જ્યારે અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉપરાંત આજે પણ ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ છે. જ્યારે દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

September 4, 2024 10:14 AM

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ઉત્તર તમિલનાડુ, કર્ણાટકને અડીને આવેલા રાયલસીમા, રાજસ્થાન, દક્ષિણ મરાઠવાડાને અડીને આવેલા તેલંગાણા, દક્ષિણ હરિયાણા, પશ્ચિમ અને ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે. ઉત્તરાખંડ, પશ્ચિમ બિહાર, પૂર્વ ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ રાત્રિ દરમિયાન...