July 2, 2024 3:13 PM
સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ..
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલ છે. રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં 32 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બારડોલી તાલુકામાં સવા નવ ઈંચ, ખંભાળિયામાં નવ ઈંચ, માણાવદર માં પોણા નવ ઈંચ, મળી કુલ ત્રણ તાલુકાઓમાં નવ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપર...