July 15, 2024 7:44 PM
રાજ્યના કેટલાંક ભાગોમાં આવતીકાલે ભારે વરસાદને પગલે રેડ અલર્ટ જાહેર
રાજ્યમાં વિરામ બાદ ફરી એકવાર ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલ માટે કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપરુ, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, તેમજ દાદારનગર અને હવેલીમાં રેડ અલર્ટની સ્થિતિ છે. 17 જુલાઈના રોજ આ જિલ્લાઓમાં ભારે વરસાદના જોતા ઑરેન્જ અલર્ટ જાહેર છે. આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણઁદ, પંચમહાલ, દાહો...