September 26, 2024 12:05 PM

હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ગઈ કાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈ કાલે સવારે છ વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં રાજ્યનાં 125 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો. સુરત શહેર અને વડોદરા તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ, નવસારી તથા પ્રાંતિજ તાલુકામાં અઢી ઇંચ અને સુરત જિલ્લાનાં માંડવી તથા નવસારીના ગણદેવી તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો હતો. ઉમરપાડામાં રાત્રિનાં 8થી 10 વાગ્યા દરમિયાન જ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં ...

September 24, 2024 3:12 PM

રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાંક સ્થળોએ ધોધમારથી લઇને મધ્યમ વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાંક સ્થળોએ ધોધમારથી લઇને મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે.. ગત મોડીરાત્રે છોટાઉદેપુર જિલ્લામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો.. આ વરસાદ ખેતીને અનુકૂળ હોવાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે.. જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા અને આસપાસના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે અડધો કલાકમાં ધોધમાર પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો.. ઉપરાંત પંચમહાલ જિલ્લાના ગોધરા પંથકમાં પણ મેઘમહેર જોવા મળી. ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ ગત રાત્રે ગાજવીજ અને પવન સાથે મુશળધાર ...

September 24, 2024 3:14 PM

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 126 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 જિલ્લાના 94 તાલુકામાં વરસાદ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 126 ટકા વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધુ સરેરાશ 183 ટકા વરસાદ કચ્છ અને 131 ટકા વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 130 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ...

September 21, 2024 10:47 AM

ખેડૂતોને ચાર કલાક વધુ વીજળી આપવા મોઢવાડિયાની ઊર્જા મંત્રીને રજૂઆત

પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈને પત્ર લખીને તેમજ રૂબરુ મુલાકાત કરીને ખેડૂતોને વધુ સમય વીજળી આપવા માટે રજૂઆત કરી હતી. જે અંગે ઊર્જા મંત્રીએ વધુ વીજળી પૂરી પાડવા માટેની ખાતરી આપી હતી. ઊર્જા મંત્રી કનુ દેસાઈને કરેલી રજૂઆતમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેડુતોનો પાક માટે પીયતની જરૂરિયાત ઉભી થઈ છે. જેથી ખેડૂતોને દૈનિક 8 કલાક વીજળી મળે છે તેના સમયમાં વધારો કરીને 12 કલાક વિજળી આપવામાં આવે તેવી રજૂઆત ક...

September 16, 2024 2:44 PM

આજે બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી

દેશના હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારમાં ભારે દબાણના કારણે આજે બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિભાગે જણાવ્યું કે, આ ભારે દબાણ છેલ્લા 6 કલાકમાં પાંચ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પશ્ચિમ—ઉત્તર—પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આગામી 48 કલાક દરમિયાન આ દબાણ ઝારખંડ અને છત્તીસગઢમાં ઉત્તર-પશ્ચિમ તરફ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, દબાણના કારણે ગઈકાલે ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તાર અને ઓડિશામાં ઉત્તરના કેટલાક ભાગોમ...

September 13, 2024 9:36 AM

રાજસ્થાનમાં મોસમનાં 26 ઇંચ વરસાદ સાથે છેલ્લાં 49 વર્ષનો વરસાદનો વિક્રમ તૂટ્યો

રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશ સહિતનાં કેટલાંક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. રાજસ્થાનમાં આ ચોમાસામાં 26 વરસાદ વરસી ચૂક્યો છે, જેણે 49 વર્ષનો વિક્રમ તોડ્યો છે. આ ચોમાસામાં રાજ્યમાં સરેરાશ કરતા 61 ટકા વરસાદ પડ્યો છે. અગાઉ વર્ષ 1975માં 26 ઇંચ વરસાદ પડ્યો હતો. ધોલપુર, દૌસા, ભરતપુર, ઝાલાવાડ, કરૌલી અને બારન સહિતનાં 35 નગર અને શહેરોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. ધોલપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે એક મકાન તૂટી પડતાં બે બાળકોનાં મૃત્યુ થયા છે. વહીવટ...

September 11, 2024 10:44 AM

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને નજીકનાં વિસ્તારોમાં હવાનું હળવું દબાણ ઉત્તર મધ્યપ્રદેશનાં મધ્ય ભાગો અને ઉત્તરપ્રદેશમાં દબાણમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી છ દિવસ માટે આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. 14 સપ્ટેમ્બર સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં આવી જ સ્થિતિ પ્રવર્તવાની સંભાવના છે.

September 10, 2024 7:37 PM

રાજ્યમાં આજે 81 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે 81 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ વરસ્યો હતો. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં વર્ષ 2022 પછી મોસમનો સરેરાશ કુલ 123 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આવતીકાલે પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં ભારે વરસાદને કારણે નલીમખેતર ગામની ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતા 3 ગામ સંપર્કવિહોણા બન્યા છે. મહીસાગરના બજાજ સાગર બંધનું પાણી કડાણા બંધમાં આવતા, બંધમ...

September 10, 2024 8:07 AM

હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. આવતીકાલે મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છુટોછવાયો ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અન્ય સ્થળોએ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂકાઇ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. બીજીતરફ આજે સવારે નવસારીમાં વરસાદ વરસ્યો હતો. ગત રાત્રે 2 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. પરંતુ સવારે 4થી 6 વાગ્યા સુધીના 2 કલાકમાં 73 મિલીમીટર એટલે કે, લગભગ 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાત્રે 2 વાગ્યાથી આજે સવારે 6 ...

September 10, 2024 8:07 AM

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં સઘન ઝુંબેશ

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં સઘન ઝુંબેશ ચાલી રહી છે. આરોગ્ય વિભાગની 753 ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે, ક્લોરીનની ગોળીઓનું વિતરણ, ઓ.આર.એસ.નું વિતરણ, ડસ્ટીંગ, ફોગિંગ ઉપરાંત તબીબી તપાસ સહિતની કામગીરી કરાઈ રહી છે. અત્યાર સુધીમાં 78 હજારથી વધુ ક્લોરિન ગોળી અને 2,400થી વધુ ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરાયું છે.