August 8, 2024 8:43 PM

રેલવેના પ્રવાસીઓની સલામતી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા છે. રેલવેની સલામતી પર ધ્યાન વધારવામાં આવ્યું છે

રેલવેના પ્રવાસીઓની સલામતી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા છે. રેલવેની સલામતી પર ધ્યાન વધારવામાં આવ્યું છે. સામાન્ય અંદાજપત્રમાં ટ્રેનોની સાથે પ્રવાસીઓની સલામતી પર પણ સૌથી વધારે કુલ અંદાજપત્રને 40 ટકા જેટલો ખર્ચ નક્કી કરાયો છે. હવે 10 હજાર કિલોમીટર રેલવે ટ્રેક પર કવચ લગાવાશે. તેમ જ સંકેત પ્રણાલીમાં ફેરફાર, નવી તકનીક, ફ્લાયઑવર અને અંડરપાસ બનાવવા પર ભાર અપાશે. નવા ટ્રેક અને ડબલ ગેજ રેલવે પાટાના નિર્માણ ઉપર 75 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે વર્ષ ...

August 6, 2024 3:27 PM

રાજકોટ વિભાગમાંથી પસાર થતી ચાર ટ્રેન રદ કરવાનો રેલવે તંત્રએ નિર્ણય કર્યો

રાજકોટ વિભાગમાંથી પસાર થતી ચાર ટ્રેન રદ કરવાનો રેલવે તંત્રએ નિર્ણય કર્યો છે. રાજકોટના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, નાગપુર વિભાગમાં સમારકામની કામગીરીના કારણે 10 અને 17 ઑગસ્ટે ઓખાથી ઉપડનારી ઓખા—બિલાસપુર સાપ્તાહિક એક્સપ્રેસ, 12 અને 19 ઑગસ્ટે બિલાસપુરથી ઉપડનારી બિલાસપુર—ઓખા એક્સપ્રેસ, 18 ઑગસ્ટે ઓખાથી ઉપડનારી ઓખા—શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ અને 20 ઑગસ્ટે શાલિમારથી ઉપડનારી શાલિમાર—ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. ઉપરાંત 10 અને 11 ઑગસ્ટે હાવડાથી ઉપડનારી હાવડા-અમદાવાદ એક્સપ્રેસ, 13 અને 14 ઑગસ્ટે ...

July 11, 2024 4:52 PM

પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીગ્રામ- ઓખા- ગાંધીગ્રામ સ્પેશ્યલ ટ્રેનની સુવિધા 24મી ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે

પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીગ્રામ- ઓખા- ગાંધીગ્રામ સ્પેશ્યલ ટ્રેનની સુવિધા 24મી ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર રેલવે ડિવિઝનના ગાંધીગ્રામ સ્ટેશનથી ચાલતી આ ટ્રેન અગાઉ જૂન સુધી ચલાવવાનું નક્કી કરાયું હતું. ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ ઓખા સ્પેશ્યલ ટ્રેન ગાંધીગ્રામ સ્ટેશનથી દર શનિવારે ઉપડે છે તે 13મી જુલાઇથી 24મી ઓગષ્ટ સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09436 ઓખા- ગાંધીગ્રામ સ્પેશ્યલ ટ્રેન દર રવિવારે ઓખાથી ઉપડે છે તે 14મી જુલાઇથી 25મી ઓગષ્ટ સુધી ચાલશે...