August 16, 2024 7:38 PM
વર્ષ 2022 માટેના 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે નવી દિલ્હીમાં જાહેરાત કરવામાં આવી
વર્ષ 2022 માટેના 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે નવી દિલ્હીમાં જાહેરાત કરવામાં આવી. ઋષભ શેટ્ટીને ફિલ્મ કાંતારામાં અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ નિત્યા મેનનને તમિલ ફિલ્મ તિરુચિત્રંબલમમાં કામ કરવા બદલ અને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસની અભિનેત્રી માનસી પારેખને આપવામાં આવ્યો છે. આ પુરસ્કારોની જાહેરાત ફીચર ફિલ્મજ્યુરી વડા રાહુલ રવૈલ, નોન-ફીચર ફિલ્મ જ્યુરી વડા નીલા માધવ પાંડા અને સિનેમા જ્યુરી વડા ગંગાધરમુદલિયાર પર શ્રેષ્ઠ લેખન દ્વારા કરવામાં આવ...