July 9, 2024 4:17 PM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે. શ્રી મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આતંકવાદીઓના આ કૃત્યને કાયરતાપૂર્ણ ગણાવતા, તેઓ હુમલાના સજ્જડ જવાબના હકદાર હોવાનું જણાવ્યું. રાષ્ટ્રપતિએ શહીદ થયેલા જવાનોના પરિવાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં ગઈકાલે સૈન્ય કાફલા પર થયેલા હુમલામાં પાંચ જવાનો શહીદ થયા છે. જ્યારે અન્ય પાંચ જવાનો ગંભીર રીતે ઘવાયા છે. કઠુઆના બદનોટા ગામમાં પેટ્રોલિંગ કરી રહેલા સૈન્ય વાહન પર આતંક...