August 23, 2024 8:21 AM

દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી

દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મુખ્ય સમારોહનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રોબોટિક્સ ચેલેન્જ અને ભારતીય અંતરિક્ષ હેકેથૉનના વિજેતાઓનું સમ્માન કરશે.રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની આ વર્ષની થીમ છે – ચંદ્રમાને સ્પર્શ કરતા જીવનને સ્પર્શ કરવોઃ ભારતની અવકાશ ગાથા.

August 22, 2024 2:11 PM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા. આ સમારોહમાં પ્રોફેસર ગોવિંદરાજન પદ્મનાભનને ‘વિજ્ઞાન રત્ન 2024’ પુરસ્કારથી સમ્માનિત કરાયા. ડૉ. આનંદરામક્રિષ્નનને કૃષિ વિજ્ઞાનમાં પ્રદાન બદલ ‘વિજ્ઞાન શ્રી’ પુરસ્કારથી સમ્માનિય કરાયા. ઉપરાંત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), મુંબઈના ડૉ. અવેશ કુમાર ત્યાગીને અણુ ઊર્જા ક્ષેત્રે ‘વિજ્ઞાન શ્રી’ તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER), પુણેના પ્રો. જયંત ભાલચંદ્ર ઉદગાંવકરને જૈવિક વિજ્ઞ...

August 9, 2024 2:28 PM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં ભારતીય સમુદાયના લોકો સાથે સંવાદ કર્યો

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં આયોજીત સામુદાયિક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયો સાથે સંવાદ કર્યો હતો. ન્યૂઝીલેન્ડમાં અંદાજે ત્રણ લાખ ભારતીયો વસે છે. જેઓ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેના જોડાણને મજબૂત બનાવે છે. આ પૂર્વે રાષ્ટ્રપતિ મુર્મુ માટે રાજકીય ભોજનનું આયોજન કરાયું હતું, આ પ્રસંગે શ્રી મુર્મુએ બંને દેશોના રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા ઑકલેન્ડમાં વાણિજ્યિક દૂતાવાસ ખોલવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.