August 2, 2024 8:13 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 થી 10 ઓગસ્ટ દરમિયાન ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની ત્રણ દેશોની મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 થી 10 ઓગસ્ટ દરમિયાન ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની ત્રણ દેશોની મુલાકાતે જશે. આજે બપોરે દિલ્હીમાં મીડિયાને સંબોધતા સચિવ  જયદીપ મઝુમદારે કહ્યું કે ભારતનારાષ્ટ્રપતિ દ્વારા ફિજી અને તિમોર લેસ્ટેની આ પ્રથમ મુલાકાત હશે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ તેમની પૂર્વ તરફના દેશોની નીતીની જાહેરાત કરી છે ત્યારથી દક્ષિણ પૂર્વ એશિયાઅને પ્રશાંત મહાસાગર ક્ષેત્ર ઉપર ભારતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાષ્ટ્રપતિ મુર્મુ 5 થી 7 ઓગસ્ટ દરમિયાન મુલાકાતના પ્રથમ તબક્કામાં ફિજીની મુલાકાત લેશે. ર...

July 18, 2024 2:13 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના પ્રથમ વર્ષના 75 મહત્વપૂર્ણ ભાષણોનું સંકલન કરતું પુસ્તક “વિંગ્સ ટુ અવર હોપ્સ – વોલ્યુમ I,”નું આજે વિમોચન થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના પ્રથમ વર્ષના 75 મહત્વપૂર્ણ ભાષણોનું સંકલન કરતું પુસ્તક "વિંગ્સ ટુ અવર હોપ્સ - વોલ્યુમ I,"નું આજે નવી દિલ્હીમાં વિમોચન થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં ઈ-બુકનું વિમોચન કરશે. પ્રકાશન વિભાગે આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત થશે.

July 17, 2024 2:32 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણોનું સંકલન કરતું પુસ્તક “વિંગ્સ ટુ અવર હોપ્સ – વોલ્યુમ I”નું આવતીકાલે નવી દિલ્હીમાં વિમોચન થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના પ્રથમ વર્ષના 75 મહત્વપૂર્ણ ભાષણોનું સંકલન કરતું પુસ્તક "વિંગ્સ ટુ અવર હોપ્સ - વોલ્યુમ I,"નું આવતીકાલે નવી દિલ્હીમાં વિમોચન થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં ઈ-બુકનું વિમોચન કરશે. પ્રકાશન વિભાગે આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત થશે.                          

July 9, 2024 7:58 PM

રાષ્ટ્રપતિએ NISIRના વિદ્યાર્થીઓ સાથે માનવતા અને દેશ માટે પોતાના શિક્ષણ અને જ્ઞાનનો ઉપયોગ કરવા જણાવ્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા- NISIRના વિદ્યાર્થીઓ સાથે માનવતા અને દેશ માટે પોતાના શિક્ષણ અને જ્ઞાનનો ઉપયોગ કરવા જણાવ્યું. ભુવનેશ્વર ખાતે આજેસંસ્થાના 13મા પદવીદાન સમારોહને સંબોધિત કરતાં શ્રીમતી મુર્મૂએ આ સંસ્થાના સ્નાતકવિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાકહ્યું કે, તેઓ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠકાર્ય કરીને દેશનું નામ રોશન કરે.રાષ્ટ્રપતિ મુર્મૂએ શિક્ષણને અમૃત સમાન ગણાવતા કહ્યું કે, ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સી. વી.રામન...

July 8, 2024 2:30 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાના ચાર દિવસના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાના ચાર દિવસના પ્રવાસે છે. સુશ્રી મુર્મુ આજે ભુવનેશ્વરની ઐતિહાસિક ઉદયગિરી ગુફાઓની મુલાકાત લેશે. ઉદયગીરી ગુફાઓ બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવેલા હાથીગુંફા શિલાલેખ માટે પ્રખ્યાત છે. આ શિલાલેખ પર 'જૈન નમોકાર મંત્ર' કોતરાયેલા છે. રાષ્ટ્રપતિ મુર્મુ તેમની મુલાકાત દરમિયાન બિભૂતિ કાનુન્ગો કળા અને શિલ્પ મહાવિદ્યાલય અને ઉત્કલ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. તેઓ ભુવનેશ્વર નજીકના ગામમાં બ્રહ્મા કુમારી દિવ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે અને ટકાઉ જીવન શૈલી પર...