September 26, 2024 2:28 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લદ્દાખમાં સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લદ્દાખમાં સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લેશે. તેઓ અહીં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. અમારા આકાશવાણી લેહ સંવાદદાતાના અહેવાલ મુજબ રાષ્ટ્રપતિની સિયાચીનની આ પ્રથમ અને લદ્દાખની બીજી મુલાકાત છે. ઓક્ટોબર 2023માં તેમની મુલાકાત ખરાબ હવામાનને કારણે રદ થઈ હતી. રાષ્ટ્રપતિનું સ્વાગત ઉપરાજ્યપાલ ડૉ. બી.ડી. મિશ્રા, મુખ્ય કાર્યકારી કાઉન્સિલર દ્વારા કરવામાં આવશે. કારાકોરમ રેન્જમાં સ્થિત સિયાચીન ગ્લેશિયર એ વિશ્વનો સૌથી વધુ સૈન્ય કબજો ધરાવતો પ્રદેશ છે.

September 26, 2024 9:14 AM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિયાચીનમાં બેઝ કેમ્પની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિયાચીનમાં બેઝ કેમ્પની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ બેઝ કેમ્પમાં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે.

September 19, 2024 8:24 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે, મહાકાલ, ઉજ્જૈન શહેરમાં સદીઓથી સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા ચાલતી આવે છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે, મહાકાલ, ઉજ્જૈન શહેરમાં સદીઓથી સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા ચાલતી આવે છે. આજે ઉજ્જૈનમાં સફાઇ મિત્ર સંમેલનને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, છેલ્લાં 10 વર્ષમાં સ્વચ્છતા અભિયાન રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ બની ગઈ છે અને તેનાંથી દેશમાં અભૂતપુર્વ પરિવર્તન આવ્યું છે. સ્વચ્છ ભારત મિશનનાં લક્ષ્ય પૂરા કરવાનું આહવાન કરતા તેમણે આ મુજબ જણાવ્યુઃ રાજ્યની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ઉજ્જૈન-ઇન્દોર સિક્સ લેન હાઇવેનું વર્ચ્યુઅલ ભૂમિ પુજન પણ કર્યું હતું. મુખ્યમંત્રી ડોક્ટર મ...

September 19, 2024 2:02 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, ઉજ્જૈનના મહાકાલ શહેરમાં સદીઓની સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા આજે પણ જળવાયેલી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, ઉજ્જૈનના મહાકાલ શહેરમાં સદીઓની સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા આજે પણ જળવાયેલી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સફાઈમિત્ર સંમેલનને સંબોધતાં સુશ્રી મુર્મૂએ આ મુજબ જણાવ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિએ પાંચ સફાઈકર્મીને સન્માનિત કર્યા હતા. આ પહેલાં સુશ્રી મુર્મૂએ ઉજ્જૈન—ઇન્દોર છ માર્ગીય રાજમાર્ગનું વર્ચ્યૂઅલ માધ્યમથી ભૂમિપૂજન કર્યું હતું. રાષ્ટ્રપતિએ ઉંમેર્યું, છેલ્લા 10 વર્ષમાં સ્વચ્છતા અભિયાન દેશવ્યાપી બની જતાં દેશમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. મધ્યપ્રદેશના અનેક શહેર ...

September 17, 2024 2:56 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આઠમા ભારત જળ સપ્તાહનો પ્રારંભ કરાવ્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન અમૃત સરોવરોનું નિર્માણ કરાયું તેમ જ અનેક જળાશયોને પુનઃર્જીવિત કરાયા હતા. સુશ્રી મુર્મૂએ કહ્યું, ભારતીય પ્રાચીન ગ્રંથોમાં હજારો વર્ષો પહેલા જળ સંરક્ષણનો ઉલ્લેખ છે. નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આઠમા ભારત જળ સપ્તાહનો પ્રારંભ કરાવતા સુશ્રી મુર્મૂએ આ મુજબ જણાવ્યું હતું. ચાર દિવસના આ કાર્યક્રમ દરમિયાન 40 વિવિધ દેશમાંથી 200 સહિત લગભગ ચાર હજાર પ્રતિનિધિ ભાગ લેશે અને પ્રદર્શન દરમિયાન 100થી વધુ પ્રદર્શક અને સ્ટાર્ટઅપ્સ પાણીક્ષેત્ર...

September 2, 2024 2:58 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે જશે. આજે પહેલા દિવસે રાષ્ટ્રપતિ કોલ્હાપૂરના શ્રી વારણા મહિલા સહકારી સમૂહના સુવર્ણ જયંતિ સમારોહમાં ઉપસ્થિ તરહેશે. જ્યારે આવતીકાલે સુશ્રી મુર્મૂ પુણેના સિમ્બાયોસીઝ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયના 21મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે. ઉપરાંત રાષ્ટ્રપતિ મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના શતાબ્દી વર્ષ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. પ્રવાસના અંતિમ દિવસે તેઓ લાતૂરના ઉદગીર ખાતે બૌદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરશે અને સાથે જ તેઓ શાસન આપલ્યા દારી તથા મુખ્યમંત્...

September 1, 2024 8:15 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કહ્યું હતું કે ન્યાયતંત્ર સામે પડતર કેસોને ઘટાડવાએ એક મોટો પડકાર છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કહ્યું હતું કે ન્યાયતંત્ર સામે પડતર કેસોને ઘટાડવાએ એક મોટો પડકાર છે. આજે સાંજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ન્યાયતંત્રના સહિયારા પ્રયાસ દ્વારા પડતર કેસોની સંખ્યા ઘટાડી શકાશે પોતાના સંબોધનમાં કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે 75 વર્ષની સફર પૂર્ણ કરી છે. તેમણે કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા નાગરિકો માટે ન્યાયિક પ્રણાલીની સારી ઇકોસિસ્ટમ ઉપલ...

August 28, 2024 7:57 PM

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને તેની હત્યાની ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે જણાવ્યું હતું કે, કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને તેની હત્યાની ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે. શ્રીમતી મુર્મૂએ ઉંમેર્યું, તાજેતરમાં મહિલાઓ સામેના વધતા ગુનાઓ અંગે આપણે આત્મમંથન કરવાની જરૂર છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક લેખમાં આ મુજબ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું, મહિલાઓ પર થતા અત્યાચારમાં નાની બાળકીઓ પણ સામેલ છે. અને કોઈ પણ સભ્ય સમાજ બહેન દીકરીઓને આ રીતે અત્યાચારનો ભોગ બનતા સહન ન કરી શકે. સુશ્રી મુર્મૂએ ઉમેર્યું, આવી ઘટનાઓથી દેશભરમ...

August 16, 2024 9:26 AM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ-હોમ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ-હોમ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, આ કાર્યક્રમમાં રાજનાથ સિંહ, જેપી નડ્ડા, ડૉ. એસ. જયશંકર, અશ્વિની વૈષ્ણવ, પીયૂષ ગોયલ અને શિવરાજ સિંહ ચૌહાણ તથા અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

August 5, 2024 8:16 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતની “પ્રાકૃતિક કૃષિ સખી” ની પહેલ અન્ય રાજ્યોને અપનાવવા અનુરોધ કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 'પ્રાકૃતિક કૃષિ સખી' બનાવવાની ગુજરાતની પહેલને અન્ય રાજ્યો પણ અપનાવે તેવું સૂચન કર્યું છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા રાજ્યપાલોના સંમેલન પહેલા રાજ્યપાલોની અનૌપચારિક બેઠક યોજાઈ હતી. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, રાજ્યમાં ગ્રામીણ મહિલાઓને પ્રાકૃતિક ખેતીની પાંચ દિવસની તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાતના આ મહાઅભિયાનની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિશ્રીએ 'પ્રાકૃતિક કૃષિ સખી' બનાવવાની ગુજરાતની પહેલને અન્ય રાજ્યો પણ અપનાવે એવું સૂચન કર્યું હતું. ગુજરાતના ર...