September 24, 2024 7:49 PM
અસરકારક ઓડિટ કાર્યો માટે ટેકનોલોજીનો વિકાસ જરૂરી :રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે અસરકારક ઓડિટ કાર્યો માટે ટેકનોલોજીનો વિકાસ જરૂરી છે. આજે નવી દિલ્હીમાં એશિયન એસોસિયેશન ઑફ સુપ્રીમ એકાઉન્ટ્સ ઇન્સ્ટિટ્યુશન્સની 16મી એસેમ્બલીનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે,ટેક્નોલોજી આધારિત વિશ્વમાં, ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુને વધુ જાહેર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે વિશ્વના ઘણા ભાગોમાં,મહિલાઓ અને સમાજના નબળા વર્ગો પાસે ડિજિટલ ટેક્નોલોજીની ઓછી પહોંચ છે, ડિજિટલ કૌશલ્યો વિકસાવવાની ઓછી તકો છે અનેડિજિટલ અર...