August 23, 2024 8:37 AM

દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય તે હેતુથી નશાબંધી અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે.

નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા, ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય તે હેતુથી નશાબંધી અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ પ્રકારના ગુનાઓમાં ઉપયોગમાં લેવાતા વાહનોની હરાજી કરીને તે નાણાંનો સરકારી યોજનાઓ માટે ઉપયોગ કરનારુ ગુજરાત સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બનશે. દરમિયાન, વિધાનસભા ગૃહમાં ગઈકાલે પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ સુધારા અધ...