August 23, 2024 8:17 AM
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અમેરિકાના સંરક્ષણ મંત્રી લૉયડ ઑસ્ટિનના આમંત્રણ પર અમેરિકાના ચાર દિવસીય પ્રવાસે
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અમેરિકાના સંરક્ષણ મંત્રી લૉયડ ઑસ્ટિનના આમંત્રણ પર અમેરિકાના ચાર દિવસીય પ્રવાસે ગઈકાલે સાંજે વૉશિંગ્ટન પહોંચ્યા છે.આ પ્રવાસ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અમેરિકામાં તેમના સમકક્ષ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે તેમજ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે પણ બેઠક કરશે. સંરક્ષણ મંત્રી અમેરિકાના સંરક્ષણ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વર્તમાનમાં ચાલી રહેલા તેમજ ભવિષ્યમાં થનારા કાર્યક્રમો અંગે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. ગત વર્ષે નવેમ્બરમાં થયેલા પાંચમાં વાર્ષિક ભા...