September 10, 2024 8:05 AM

રાજકોટ શહેર ખાતે કોલેરાનો કેસ નોંધાતા જિલ્લા તંત્ર દ્વારા તકેદારીના પગલાં

રાજકોટ શહેર ખાતે કોલેરાનો કેસ નોંધાતા જિલ્લા તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. કલેકટર પ્રભવ જોષીએ દુષિત પાણી પીવાથી અને તેના વપરાશથી બનતા અને બજારમાં ખુલ્લામાં વેચાતા ખાદ્યપદાર્થના વેચાણ પર કેટલાંક નિયંત્રણો લાદ્યા છે. જેમાં શેરડીનો રસ, દુષિત પાણીથી બનતો બરફ, કુલ્ફી, ઠંડા પીણા, છાશ, દુધની બનાવટો વગેરેના ઉપયોગથી ફેલાતા આ રોગથી લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય તે હેતુથી તેના વેચાણ પર પ્રતિબંધો લાદી દેવાયા છે.

August 26, 2024 3:23 PM

રાજકોટના 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી રુદ્ર પેઠાણીએ ચીનમાં આયોજીત આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યો

રાજકોટના 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી રુદ્ર પેઠાણીએ ચીનમાં આયોજીત આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીતીને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. આ વર્ષે સમગ્ર દેશમાંથી અંદાજે 14 હજાર જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ઓલિમ્પિયાડ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી માત્ર 4 વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ માટે પસંદગી કરાઈ હતી. રુદ્ર પેઠાણી જણાવે છે કે ઓલિમ્પિયાડ માટે તેમણે મહિનાઓ પહેલાથી તૈયારી કરી હતી.

July 9, 2024 3:47 PM

રાજકોટનાં પૂર્વ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા

રાજકોટનાં પૂર્વ વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીન પૈકીની શ્રી સરકાર થયેલી કુલ ૨૨,૫૬૧ ચોરસ મીટર જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે બાંધકામ કરાયેલા 15 કોમર્શિયલ બાંધકામોનું ડેમોલિશન કરીને જગ્યાઓને દબાણ મુક્ત કરવામાં આવી રહી છે. અંદાજિત ૫૦ કરોડ રૂપિયાની ૨૨,૫૬૧ ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે. આ અંગે રાજકોટ (પૂર્વ)ના મામલતદાર એસ. જે. ચાવડા એ કહ્યું કે, આ જગ્યાના દબાણકર્તાઓને અગાઉ પણ નોટીસ પાઠવવામાં આવી હતી. અ...

July 2, 2024 3:16 PM

રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલો ભાદર-2 ડેમ સો ટકા ભરાયો

રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલો ભાદર-2 ડેમ સો ટકા ભરાઈ ગયો છે. જેને કારણે કાંઠા વિસ્તારોથી દૂર રહેવા માટે હાઇ અલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ સબ ડિવિઝનની એક યાદીમાં ભાદર-2ના ઉપરવાસમાં આવેલા ગામોને આ સંદેશ જાહેર કરાયો છે, તેમજ ગ્રામજનોને નદી કાંઠા વિસ્તાર અને પટમાં અવર-જવર નહીં કરવા કહેવાયું છે.