September 26, 2024 8:10 PM

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં અતિ વૃષ્ટિને લીધે થયેલા પાક નુકસાન સામે ટૂંક સમયમાં વળતરની જાહેરાત કરાશે

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં અતિ વૃષ્ટિને લીધે થયેલા પાક નુકસાન સામે ટૂંક સમયમાં વળતરની જાહેરાત કરાશે. ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ ગાંધીનગર દ્વારા ચોથી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂત પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકાર ટેકાના ભાવે રાજ્યના ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરશે. આગામી 1 ઓક્ટોબરથી રાજ્યના 13 ખરીદી કેન્દ્રો પર કપાસની ખરીદી શરૂ થશે.

September 19, 2024 8:07 PM

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે ‘વિશ્વ ખાદ્ય પરિષદ’ માં ‘ગુજરાત પેલેટ ઓફ ન્યુટ્રિશન: અ રેસિપિ ફોર વિકસિત ભારત @2047’ થીમ પર આધારિત રાજ્યના પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે 'વિશ્વ ખાદ્ય પરિષદ' માં 'ગુજરાત પેલેટ ઓફ ન્યુટ્રિશન: અ રેસિપિ ફોર વિકસિત ભારત @2047' થીમ પર આધારિત રાજ્યના પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું. આજથી શરૂ થયેલી આ સમિટમાં ગુજરાત ભાગીદાર રાજ્ય તરીકે હિસ્સો લઇ રહ્યું છે. આ ચાર દિવસીય પરિષદનું 22 સપ્ટેમ્બરે દિલ્હીના ભારત મંડપમ ખાતે સમાપન થશે.