September 2, 2024 3:31 PM

જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું

તાજેતરમાં ભારે વરસાદને કારણે પશુઓના આરોગ્ય ઉપર વિપરિત અસર પડી છે. જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું છે. પશુપાલન શાખાના કર્મચારીઓ દ્વારા કૃમિનાશક દવાનું વિતરણ હાલમાં કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયતના પશુ ડૉક્ટર્સની ટીમો દ્વારા રસીકરણ, પશુ સારવાર તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

June 18, 2024 4:40 PM

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી ટિટેનસ અને ડિપ્થેરીયા અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી ટિટેનસ અને ડિપ્થેરીયા અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રસીકરણનો પ્રારંભ કરાવતા તેમણે ધનૂર અને ડિપ્થેરીયા ઉપરાંત ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ઓરી, રૂબેલા, ન્યુમોનિયા અને મગજના તાવ જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક આ રસીનો રાજ્યના મહત્તમ બાળકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.