September 10, 2024 7:53 PM

રશિયાની વાયુ સેનાએ રાજધાની મૉસ્કો સહિત નવ જેટલા વિસ્તારોમાં 144 જેટલા ડ્રોન નષ્ટ કર્યાના અહેવાલ

રશિયાની વાયુ સેનાએ રાજધાની મૉસ્કો સહિત નવ જેટલા વિસ્તારોમાં 144 જેટલા ડ્રોન નષ્ટ કર્યાના અહેવાલ છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે યુક્રેનની સેનાએ રશિયાના વિવિધ સ્થાનોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. વધુમાં આ નિવેદનમાં કહેવાયું છે કે, જે ડ્રોન તોડી પડાયા છે, તે મૉસ્કો અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવી રહ્યા હતા. રશિયન અધિકારીઓએ આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયાની પુષ્ટિ કરી છે. મૉસ્કોના ચાર હવાઈ મથકોને છ કલાકથી વધુ સમય માટે બંધ કરાયા હતા, 500 જેટલી ફ્લાઇટના રૂટ બદલવામાં આ...

September 6, 2024 3:29 PM

યુક્રેન સાથે શાંતિ સંવાદ અંગે ભારત, બ્રાઝિલ અને ચીન મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે :રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે શાંતિ સંવાદ અંગે ભારત, બ્રાઝિલ અને ચીન મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે તેમ જણાવ્યું છે. પૂર્વીય આર્થિક મંચના સંપૂર્ણ સત્રમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે ભારત, બ્રાઝિલ અને ચીન યુક્રેનની સ્થિતિ સુધારવાના પ્રયાસો કરી રહ્યા છે અને તેઓ આ ત્રણેય દેશ સાથે સતત સંપર્કમાં છે. શ્રી પુતિનનું આ નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની રશિયા અને યુક્રેનની મુલાકાત બાદ આવ્યું છે. શ્રી મોદીએ તેમની મુલાકાતો દરમિયાન શાંતિના સમર્થક તરીકે ભારતનો દ્રષ્ટિકોણ સ્પષ્...

September 1, 2024 3:04 PM

રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે, તેણે પોડૉલ્સ્કમાં યુક્રેનના ડ્રૉન હુમલાને અટકાવ્યો છે.

રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે, તેણે પોડૉલ્સ્કમાં યુક્રેનના ડ્રૉન હુમલાને અટકાવ્યો છે. તેમ જ માનવરહિત વિમાન એરક્રાફ્ટને પણ નષ્ટ કરી દીધું છે. રશિયન હવાઈ સુરક્ષા દળે મોસ્કો તરફ ઉડાન ભરનારા એક ડ્રૉનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે, મોસ્કૉ સહિત અનેક વિસ્તાર યુક્રેનના આ ડ્રોનના નિશાન પર હતા.

August 15, 2024 7:53 PM

રશિયાના સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી

રશિયાના સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી છે. દૂતાવાસે રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે તણાવ વધ્યા બાદ આ વિસ્તારમાં સલામતી અંગેની ચિંતાને ટાંકીને આ વાત કહી છે. ભારતીય દૂતાવાસે આ સલાહ રશિયાના બેલગોરોદ સરહદી વિસ્તારમાં કટોકટી જાહેર થયાના થોડા જ કલાક બાદ જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું, બ્રાયંસ્ક, બેલગોરોદ અને કુર્સ્ક વિસ્તારમાં હાલની સલામતી ઘટનાઓને ધ્યાનમાં રાખી ભારતીય નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અ...

August 15, 2024 2:41 PM

રશિયાના બ્રાયન્સ્ક, બેલગોરોદ અને કુર્સ્ક વિસ્તારમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત પોતાના નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી

રશિયાના બ્રાયન્સ્ક, બેલગોરોદ અને કુર્સ્ક વિસ્તારમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત પોતાના નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી છે. દૂતાવાસે રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે તણાવ વધ્યા બાદ આ વિસ્તારમાં સલામતી અંગેની ચિંતાને ટાંકીને આ વાત કહી છે. ભારતીય દૂતાવાસે આ સલાહ રશિયાના બેલગોરોદ સરહદી વિસ્તારમાં કટોકટી જાહેર થયાના થોડા જ કલાક બાદ જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું, બ્રાયંસ્ક, બેલગોરોદ અને કુર્સ્ક વિસ્તારમાં હાલની સલામતી ઘટનાઓને ધ્યાનમાં રાખી ભારતીય ના...