September 26, 2024 8:08 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બનાસકાંઠામાં 633 કરોડ રૂપિયાના બે પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બનાસકાંઠામાં 633 કરોડ રૂપિયાના બે પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે. બનાસકાંઠા જિલ્લામાં પીવાની પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના ઉપરાંત દેવપુરા અને રણકપુર ઓફટેક યોજનાના સુધારિત વિકાસ કાર્યોનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. આ બે યોજનાઓને કારણે ડીસા અને લાખણી તાલુકાના 88 ગામો તેમજ દિયોદરના કુલ 104 ગામ અને થરા શહેરને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળશે. આ બંને યોજનાઓ અંતર્ગત નર્મદા કેનાલના પૂર્વ ભાગના કુલ...

September 26, 2024 8:01 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલક્ષેત્રને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેની ચાવીરૂપ ક્ષેત્ર ગણાવ્યું છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલક્ષેત્રને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેની ચાવીરૂપ ક્ષેત્ર ગણાવ્યું છે.. દેશના અમૃતકાળમાં ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનાવવા માટે ઔદ્યોગિક અને માળખાગત વિકાસ મહત્વપૂર્ણ પાસાં છે તેવો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. એસોચેમ દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્કલેવ-૨૦૨૪નો મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે ઉદ્યોગો અને માળખાગત વિકાસની મહત્તાને રજૂ કરી હતી.. મુખ્યમંત્રીએ કેમિકલ વેસ્ટનો સંપૂર્ણ નાશ વૈજ્...

September 19, 2024 7:58 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સુરત પરિક્ષેત્રનો ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નો લક્ષ્યાંક સિદ્ધ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સુરત પરિક્ષેત્રનો 'ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'નો લક્ષ્યાંક સિદ્ધ કરશે. ગ્રોથ હબ તરીકે સુરત ક્ષેત્રના 'ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન'નું મુખ્યમંત્રીએ આજે સુરતમાં લોન્ચીંગ કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સુરત અને આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને 'ગ્રોથ હબ' તરીકે વિકસાવવાનું આયોજન છે. ૨૦૪૭ સુધીમાં ભારતને ૩૦ ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે શહેરી વ...

September 18, 2024 10:32 AM

ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ સંમેલનમાં ગઈકાલે યોજાયેલા ગુજરાત સેશનમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે કહ્યું, પવન ઊર્જા અને સોલાર ઊર્જાના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. રાજ્યની 50 હજાર મેગાવૉટથી વધુની સ્થાપિત ઊર્જા ક્ષમતામાં 54 ટકા ભાગ પુનઃપ્રાપ્ય ઊર્જાનો છે. મુખ્યમંત્રી રિ-ઇન્વેસ્ટ સ...

September 17, 2024 3:19 PM

ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પરિસરમાં વૃક્ષારોપણ કર્યું

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઇને બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયું ઉજવાઇ રહ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું, જેમાં સચિવાલયના 2 હજારથી વધુ કર્મચારીઓએ વૃક્ષ વાવ્યા હતા.. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરાએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વૃક્ષારોપણની કરવામાં આવેલ...

September 17, 2024 9:33 AM

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુએ સીએમ ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી

ગુજરાતની મુલાકાતે આવેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ગુજરાતમાં યોજાઇ રહેલી ત્રિ-દિવસીય ચોથી રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટના ઉદઘાટન સત્રમાં સહભાગી થવા ગાંધીનગર આવ્યા હતા. ઉદઘાટન સત્રના સમાપન બાદ સાંજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

September 17, 2024 9:19 AM

પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પુસ્તક ભેટ આપ્યું

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું 'જ્ઞાની પુરુષ' પુસ્તક જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કર્યું હતું.

September 10, 2024 7:53 AM

રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેકનોલોજીયુક્ત પહેલ દેશના અન્ય રાજ્યો માટે પથદર્શક છે.

ગુજરાત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેકનોલોજીયુક્ત પહેલ અન્ય રાજ્યો માટે પથદર્શક છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં બોલતા કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોષીએ આ મુજબ જણાવ્યું. આ બેઠકમાં કેન્દ્રિય મંત્રીએ વિવિધ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી.બેઠકમાં મંત્રીશ્રીને રાજ્યની વાજબી ભાવની દુકાનો, ખાદ્યાન્નના પરિવહન, સંગ્રહ, વિતરણ વ્યવસ્થા, ગુણવત્તા, ‘માય રાશન’-મોબાઈલ એપ સહિતના બાબતોની માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રિય મંત્રીએ તમામ વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર...

September 9, 2024 7:43 PM

રાજ્ય સરકારે રાજકોટના ગોંડલમાં 2 નવા ચારમાર્ગીય પુલના નિર્માણ માટે 56 કરોડ 84 લાખ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના ગોંડલમાં 2 નવા ચારમાર્ગીય પુલોના નિર્માણ માટે 56 કરોડ 84 લાખ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ્ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફ્લાયઑવર બ્રિજ હેઠળ ગોંડલમાં પાંજરાપોળ પાસે 28 કરોડ અને ગવર્નમેન્ટ હૉસ્પિટલ ચૉક પાસે 28 કરોડ 82 લાખ રૂપિયાના ખર્ચે આ બે પૂલ નિર્માણ પામશે.નવા પુલ નિર્માણ થવાથી ભાવનગર-આટકોટથી જુનાગઢ જતા વાહનોને અને ઘોઘાવદર મોવિયાથી જુનાગઢ અને કોટડાથી જેતપુર-જુનાગઢ જતા વાહનોને સુવિધા મળશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગોંડલી નદી પરના ...

September 6, 2024 8:14 AM

21 જિલ્લામાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્ય સરકારે 21 જિલ્લામાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, 7 આદિજાતિ જિલ્લાના 14 તાલુકામાં પણ પુસ્તકાલયો શરૂ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. જેથી, તમામ આદિવાસી સમુદાયોને વાંચન સેવાનો 100 ટકા લાભ પ્રાપ્ત થશે. ઉપરાંત, આ વર્ષે 64 જેટલા સરકારી તાલુકા ગ્રંથાલયો શરૂ કરવાનો પણ નિર્ણય કરાયો છે. વિશિષ્ટ, શહેર અને ગ્રામ ગ્રંથાલયો, મહિલા અને બાળ ગ્રંથાલયો વગેરેના અનુદાનના દરોમાં વધારો કરવા માટે પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે. ઉપરાંત, સ્વર્ગીય શ્રી મોતીભાઈ અમીન ગ્રંથાલય સ...