September 18, 2024 11:05 AM

“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે.

“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13 કરોડ 95 લાખ વૃક્ષ વાવવામાં આવ્યા છે. આ અભિયાનને ધ્યાનમાં રાખી ગઈકાલે ગાંધીનગરમાં નવા સચિવાલય સંકુલના પ્રાંગણમાં વિશેષ વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વનમંત્રી મૂળુભાઈ બેરાએ વૃક્ષારોપણ કર્યું હતું. ઉપરાંત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સહિત 2 હજાર 300 જેટલા કર્મયોગી આ અભિયાનમાં જોડાયા હતા. વનમંત્રી મુળૂભા...

September 18, 2024 10:51 AM

રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર કૃતાર્થ 2024” કાર્યક્રમ યોજાઈ ગયો.

રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર કૃતાર્થ 2024” કાર્યક્રમ યોજાઈ ગયો. દરમિયાન શ્રી પટેલે આજના પરિપ્રેક્ષ્યમાં બાળ માનસિકતાને સમજીને સંશોધન કરવા પર ભાર મુક્યો હતો. શ્રી પટેલે કહ્યું, આજના સમયમાં બે વર્ષનું નાનું બાળક મોબાઈલમાં વ્યસ્ત રહીને સમય પસાર કરે છે. સમયની સાથે બાળકોનું પરિપ્રેક્ષ્ય બદલાયું છે, જેને સમજવાની જરૂર છે. શ્રી પટેલ સહિત મહાનુભાવોએ યુનિવર્સિટીના 40થી પણ વધુ વાર્ષિકકાર્યોનો પ્રારંભ કરાવ...

September 18, 2024 10:32 AM

ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ સંમેલનમાં ગઈકાલે યોજાયેલા ગુજરાત સેશનમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે કહ્યું, પવન ઊર્જા અને સોલાર ઊર્જાના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. રાજ્યની 50 હજાર મેગાવૉટથી વધુની સ્થાપિત ઊર્જા ક્ષમતામાં 54 ટકા ભાગ પુનઃપ્રાપ્ય ઊર્જાનો છે. મુખ્યમંત્રી રિ-ઇન્વેસ્ટ સ...

September 18, 2024 10:15 AM

રિ-ઇન્વેસ્ટ સંમેલનના બીજા દિવસે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ “એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનેન્સ અપાર્ચ્યૂનિટી ફૉર ગુજરાત” વિષય પર યોજાયેલી C.E.O. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સની અધ્યક્ષતા કરી

રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, રિ-ઇન્વેસ્ટ સમિટના બે જ દિવસમાં શપથપત્રના માધ્યમથી અંદાજે 3 લાખ 25 હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણની જાહેરાત થઈ છે. દેશમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત એક કરોડ ઘર ઉપર સોલાર સિસ્ટમ લગાવવાનું લક્ષ્યાંક છે, જેની સામે રાજ્યને 10 લાખનો લક્ષ્યાંક મળ્યો છે. ગાંધીનગરમાં યોજાયેલા રિ-ઇન્વેસ્ટ સંમેલનના બીજા દિવસે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ "એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનેન્સ અપાર્ચ્યૂનિટી ફૉર ગુજરાત" વિષય પર યોજાયેલી C.E.O. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સની અધ્યક્ષતા કરી...

September 17, 2024 7:21 PM

સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ચેઓંગ મિંગ ફૂંગ અને તેમના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ચેઓંગ મિંગ ફૂંગઅને તેમના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી.રાજ્યમાં યોજાઇ રહેલી ચોથી રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટમાં આ પ્રતિનિધીમંડળસહભાગી થયુ છે. સિંગાપોરના કોન્સ્યુલ જનરલે ગુજરાત સાથે આર્થિક અને પુનઃપ્રાપ્તઉર્જા, શહેરી વિકાસ તથાસેમીકોન સેક્ટરમાં સહભાગી થવાની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે આ સંદર્ભમાં રોકાણ કરવા તથા સંબંધો વધુ સુદ્રઢ બનાવવા પરસ્પર વાતચીતનીહિમાયત કરી હતી. આ ઉપરાંત, સિંગાપોર ગ...

August 26, 2024 3:15 PM

રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિને જોતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સિ ઑપરેશન સેન્ટર પહોંચ્યા

રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિને જોતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સિ ઑપરેશન સેન્ટર પહોંચ્યા હતા. તેમની સાથે મુખ્ય સચિવ રાજ કુમાર, મહેસૂલ, માર્ગ અ મકાન સહિતના અન્ય વિભાગના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને પ્રભારીઓ વીડિયો કોન્ફરેન્સથી જોડાશે. આ ઉપરાંત હવામન વિભાગ, એનડીઆરએફ, કોસ્ટગાર્ડના અધિકારીઓ તેમજ રાજ્યના પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લા સિવાયના તમામ જીલ્લાઓ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વર...

August 23, 2024 8:50 AM

શ્રી બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત નવીન મંદિરનું ખાતમુહૂર્ત આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ બહુચરાજીમાં અંદાજે 80 કરોડ રૂપિયાનાં ખર્ચે 86 ફૂટ ઊંચા મુખ્ય શિખર સાથે હાલના મંદિરની જગ્યાએ બંને બાજુ પહોળું અને ઊંચું ભવ્ય મંદિર નિર્માણ થઇ રહ્યું છે. શ્રી બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત નવીન મંદિરનું ખાતમુહૂર્ત આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે.

August 22, 2024 8:29 PM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે, ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઈતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું હતું કે, ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઈતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં પોલેન્ડની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વોર્સોમાં સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલા સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાએ પોલેન્ડના 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્...

August 16, 2024 7:47 PM

ગાંધીનગરમાં રાજભવનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર પર્વની સાંજે ‘એટ હૉમ’કાર્યક્રમ યોજાયો હતો

ગાંધીનગરમાં રાજભવનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર પર્વની સાંજે 'એટ હૉમ'કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલે આ કાર્યક્રમમાં સફાઈ કામદારો અને સમાજના શ્રમયોગીઓને 'એટ હૉમ'માં આમંત્ર્યા હતા...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક પર્વે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપ્યું એ માટે રાજ્યપાલે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.. પંજાબના ગાયક જગત વર્માએ રાષ્ટ્રગીતોથી 'એટ હૉમ' કાર્યક્રમને દેશભક્તિના રંગે રંગ્યો હતો. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન પણ આ અવસરે...

August 16, 2024 7:58 AM

રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો.

રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો. SRP ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સંબોધન કરતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના બલિદાનને યાદ કર્યા. વધુમાં તેમણે વિકસિત ભારત 2047ના વિકાસમાં યોગદાન આપતું ગુજરાત મહત્વનું રાજ્ય બની રહેશે તેમ પણ જણાવ્યું... મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને લઈને મહત્વની જાહેરાત કરતા આ યોજનાના લાભાર્થીઓની મા...