September 2, 2024 7:52 PM

માહિતી અને પ્રસારણ મંત્રાલયે વેબ સિરીઝ-814નાં વિષયવસ્તુ અંગે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સનાં કન્ટેન્ટ હેડ પાસેથી સ્પષ્ટતા માંગી

માહિતી અને પ્રસારણ મંત્રાલયે વેબ સિરીઝ-814નાં વિષયવસ્તુ અંગે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સનાં કન્ટેન્ટ હેડ પાસેથી સ્પષ્ટતા માંગી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વેબ સિરીઝનાં કથિત વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે સમજૂતિ આપવા કન્ટેન્ટ હેડને આવતીકાલે મંત્રાલયસમક્ષ રૂબરમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વેબ સિરીઝમાં કેટલાંક પાત્રોનાં ચિત્રણ મુદ્દે કથિત વિવાદોની પૃષ્ઠભૂમિમાં મંત્રાલયે આ પગલું લીધું છે.

July 26, 2024 2:04 PM

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નવી દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત, સંરક્ષણ ક્ષેત્રે આત્મ નિર્ભર બન્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે 70 ટકા સંરક્ષણ સાધનો દેશમાં જ ઉત્પાદિત થઈ રહ્યા છે. જ્યારે કે ભારત 80 જેટલા દેશોને રૂપિયા 25 હજાર કરોડ ખર્ચના સંરક્ષણ ઉત્પાદનો નિકાસ કરી રહ્યું છે.

July 24, 2024 8:11 PM

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર બનાવટી અને ભ્રામક માહિતીના ફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિનીવૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર બનાવટી અને ભ્રામક માહિતીનાફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. આવાસમાચાર દેશની લોકશાહીને નબળી બનાવી શકે છે અને સમાજમાં તિરાડ ઊભી કરે છેઆજે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યુંહતું કે વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર નકલી સમાચારને ડામવા માટે સરકાર પાસે વૈધાનિક અનેસંસ્થાકીય પદ્ધતિઓ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનેલગતા બનાવટી સમાચારોનો સામનો કરવા માટે નવેમ્બર  2019માં માહિતી અને પ્રસારણ મંત્ર...