September 19, 2024 3:19 PM

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે રવાડીના મેળાનું ઉદ્ઘાટન કર્યું

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે રવાડીના મેળાનું ઉદ્ઘાટન કર્યું. ઉલ્લેખનીય છે કે, આ મેળામાં જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધી મહા પર્યુષણપર્વની ઉજવણી કરે છે. અને ત્યારબાદ પૂનમે નાની રવાડી તથા એકમ અને બીજ રવાડી આદિનાથ તીર્થકરની સોના-ચાંદીની પ્રતિમાને રથમાં બેસાડીને તેમની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર નેહા કુમારી, તાલુકા પંચાયત પ્રમુખ હરેશ વળવાઈ, સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

September 9, 2024 4:06 PM

મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામમાં વડા તળાવ સંપૂર્ણપણે છલકાઈ જતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગામની મુલાકાત લીધી

મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામમાં વડા તળાવ સંપૂર્ણપણે છલકાઈ જતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગામની મુલાકાત લીધી હતી. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, તળાવનું પાણી રસ્તા પર આવી જતાં પાળ બનાવીને પાણીને કેનાલમાં લઈ જવાયું હતું ત્યારબાદ વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો હતો. દરમિયાન શિક્ષણ મંત્રીએ નાની સિંચાઈના અધિકારીઓને તળાવના યોગ્ય સમારકામ માટેની પણ સૂચના આપી હતી. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, જિલ્લામાં હવે વરસાદનું જોર ઘટી રહ્યું છે. ઉપરવાસમાં વધ...

September 9, 2024 3:56 PM

મહીસાગરના લુણાવાડા શહેરમાં 121 વર્ષ જૂના જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાનના મંદિરમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઈ

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં 121 વર્ષ જૂના જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાનના મંદિરમાં આ વર્ષે પણ ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે વડોદરાના ગાયકવાડ સરકારના કારીગરો દ્વારા વિશિષ્ટ માટીમાંથી ગણેશજીની આ મૂર્તિ તૈયાર કરે છે. ગણેશોત્સવ દરમિયાન દરરોજ રાત્રે કથા અને ભજન-કીર્તન કરવામાં આવે છે.