August 23, 2024 8:30 AM

ECBએ મહિલાઓ માટેની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે 2026માં ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની જાહેરાત કરી છે.

ઇગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બૉર્ડ – ECBએ મહિલાઓ માટેની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે 2026માં ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની જાહેરાત કરી છે. ગઈકાલે વેબસાઇટ પર એક સત્તાવાર નિવેદનમાં ECBના મુખ્ય કાર્યકારી અધિકારી રિચાર્ડ ગોલ્ડે પુષ્ટિ કરતા કહ્યું છે કે, તેઓ આનંદ અનુભવે છે કે લોર્ડ્સમાં પ્રથમ વખત મહિલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતીય ટીમ સાથે મુકાબલો કરશે. શ્રી ગોલ્ડે કહ્યું કે તે એક મહત્વનો પ્રસંગ બની રહેશે. દરમિયાન, ભારતીય મહિલા ટીમ પણ પાંચ મેચોની ટી20 અને 3 વનડે...

August 16, 2024 7:19 PM

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા-A ટીમે બીજી ODIમાં ભારત-Aને આઠ વિકેટે હરાવ્યું

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા-A ટીમે બીજી ODIમાં ભારત-Aને આઠ વિકેટે હરાવ્યું હતું. ઓપનિંગ બેટ્સમેન મેડીડાર્કની અડધી સદી અને શાનદાર બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.  આ પહેલા ઓસ્ટ્રેલિયા A ટીમે પ્રથમ મેચ ચાર વિકેટેજીતી હતી.

July 1, 2024 8:00 PM

ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને 10 વિકેટથી હરાવી

ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને 10 વિકેટથી હરાવી છે. ભારતીય મહિલા ટીમે પ્રથમદાવમાં 603 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમપ્રથમ દાવમાં 266 રન બનાવીને ઑલઆઉટ થઈ હતી, અને તેને ફૉલોઓન રમવાની ફરજ પડી. બીજા દાવમાં પણ દક્ષિણ આફ્રિકાની મહિલાટીમ માત્ર 36 રનની લીડ઼ લઈને 373 રનબનાવી શકી. જવાબમાં ભારતીય ટીમે બીજા દાવમાં વિકેટ ગુમાવ્યા વિના 37 રનનો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો હતો.