September 9, 2024 3:03 PM
પ્રધાનમંત્રી મોદી આ મહિનાની 29મી તારીખે મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સમક્ષ તેમનાં વિચારો રજૂ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સમક્ષ તેમનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 114મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત 1922 પર મિસ્ડ કોલ કરવાથી એસએમએસ પર મળેલી લિન્ક ઓપન કરીને પણ પ્રધાનમંત્રીને પોતાનાં સૂચનો રજૂ કરી શકાશે. આ ઉપરાંત, નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ પર પણ ઓનલાઇન રજૂઆત કરી શકાશે. 27 સપ્ટેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે. મન કી બાત કાર્...