August 12, 2024 8:06 PM
જમ્મૂ કાશ્મીરમાં ઉપરાજ્યપાલના વડપણમાં આયોજીત તિરંગા યાત્રામાં હજારો લોકો ઉમટ્યાં
જમ્મૂ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ આજે શ્રીનગરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે અધિકારીઓ, ભાજપના અન્ય નેતાઓ સહિત હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ પ્રસંગે સંબોધન કરતા ઉપ-રાજ્યપાલેજણાવ્યું કે જમ્મૂ કાશ્મીરમાં હર ઘર તિરંગા અભિયાન જન આંદોલન તરીકે ઉભરી રહ્યું છે.ઉપરાજ્યપાલે જમ્મુ-કાશ્મીરના શહીદો અને બહાદુરોને સમર્પિતએક લઘુ પુસ્તકનું અનાવરણ કર્યું તેમજ આ પ્રસંગે તિરંગા હસ્તાક્ષર ઝુંબેશનો પ્રારંભ પણ કરાવ્યો.