July 27, 2024 8:15 AM

ગુજરાત સરકાર અગ્નિવીરોને એસઆરપીમાં પ્રાથમિકતા આપશે : મુખ્યમંત્રી

ગુજરાત સરકાર ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ અને રાજ્ય અનામત પોલિસ દળ-એસઆરપીનીભરતીમાં પ્રાથમિકતા આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સોશિયલ મિડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ દળ અને રાજ્ય અનામત પોલીસ દળ-(એસઆરપીએફ)ની ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અગ્નિપથ યોજના અને અગ્નિવીરોના મામલે વિપક્ષ દ્વારા જનતામાં ...

July 26, 2024 3:10 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોબા ખાતે એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોબા ખાતે એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં અંદાજે 1500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર, મેયર, ધારાસભ્યો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

July 19, 2024 7:40 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘ગુજરાત સેમિકનેક્ટ પરિષદ’નો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'ગુજરાત સેમિકનેક્ટ પરિષદ'નો પ્રારંભ કરાવ્યો છે.. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ પરિષદ રાજ્યને સુદ્રઢ ઇકોસિસ્ટમ સાથેનું સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર બનાવવાના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલું સાબિત થશે..તેમણે વધુમાં કહ્યું કે, આ પરિષદ થકી સેમીકન્ડકટર ક્ષેત્રની વૈશ્વિક કંપનીઓ અને ગુજરાતની સ્થાનિક કંપનીઓ એક મંચ પર આવશે. જેના થકી સ્થાનિક પુરવઠા સાંકળ વધુ મજબૂત બનશે.

July 19, 2024 4:19 PM

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ગુજરાત સેમિકનેક્ટ પરિષદ’નો પ્રારંભ થયો

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'ગુજરાત સેમિકનેક્ટ પરિષદ'નો પ્રારંભ થયો છે. ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા યોજાઇ રહેલી આ એક દિવસીય પરિષદમાં વિવિધ વિષયો અંગે આઠ સત્રો યોજાશે.. રાજ્યની સ્થાનિક કંપનીઓને સેમીકન્ડક્ટરની વૈશ્વિક કંપનીઓ સાથે જોડવા માટે આ પરિષદ યોજાઇ રહી છે. ઉદઘાટન સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ પરિષદ રાજ્યને સુદ્રઢ ઇકોસિસ્ટમ સાથેનું સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર બનાવવાના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલુ...

July 18, 2024 7:51 PM

રાજ્યમાં શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઇટોનું આજે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિભૂજન

રાજ્યમાં શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઇટોનું આજે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિભૂજન થયું,તેમજ શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી પટેલે બાંધકામ શ્રમિકો સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ અને આર્થિક આધાર ઉપલબ્ધ કરાવીને તેમના જીવન ધોરણમાં ગુણાત્મક બદલાવ લાવવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી. આ પ્રસંગે તેમણે શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં પાંચ રૂપિયાના રાહત દરે અપાતાં પૌષ્ટિક ભોજન,પી.એમ. શ્રમયોગી માન ધન યોજનામાં વયસ્ક શ્રમિકોને...

July 18, 2024 7:38 PM

મુખ્યમંત્રી એ રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા બેઠક કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા બેઠક કરી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મહાનગરપાલિકાના કમિશનરો, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતવાર માહિતી મેળવી.. આ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને ચાંદીપુરમ રોગથી ન ડરવાની અપીલ કરતાં જાણ...