August 20, 2024 7:52 PM

કશ્મીર ખીણમાં મંગળવારે ભૂકંપનાં સતત બે આંચકા અનુભવાયા

કશ્મીર ખીણમાં મંગળવારે ભૂકંપનાં સતત બે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 અને 4.8 નોંધાઈ હતી. જોકે, આ ભૂકંપથી જાન-માલને નુકસાન થયાનાં કોઈ સમાચાર નથી. બંને ભૂકંપનાં કેન્દ્રબિંદુ બારામુલા જિલ્લામાં હતા. ઉલ્લેખનીય છે કે કાશ્મીર ખીણ ભૂકંપ સંભવિત ક્ષેત્રમાં સ્થિત છે. 8 ઓક્ટોબર 2005નાં રોજ 7.6ની તીવ્રતાના ભૂકંપથી 80 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા.

July 31, 2024 2:38 PM

જાપાનના ટોક્યોના મેટ્રોપોલિટન વિસ્તારમાં આજે સવારે 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

જાપાનના ટોક્યોના મેટ્રોપોલિટન વિસ્તારમાં આજે સવારે 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાનની હવામાન સંસ્થાના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ 120કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. જોકે સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી. ભૂકંપના આંચકાને કારણે કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી