September 19, 2024 3:31 PM

ભાવનગરમાં 17 સપ્ટેમ્બરે અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. શરૂ કરવામાં આવ્યું

ભાવનગરમાં 17 સપ્ટેમ્બરે અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. શરૂ કરવામાં આવ્યું હતું. ચોવીસ કલાકમાં 198 લાભાર્થીઓએ આ સુવિધાનો લાભ લીધો છે. 10 અંત્યોદય કાર્ડ ધારકો તથા 188 NFSA કાર્ડ ધારકોએ આ એટીએમ દ્વારા અનાજ મેળવ્યું હતું. એટીએમ દ્વારા ઘઉંનો 1 હજાર 584 કિલો જથ્થો તથા ચોખાનાં 2 હજાર 344 કિલો જથ્થાનું વિતરણ થયું હતું.

July 20, 2024 11:50 AM

ભાવનગરમાંથી વગર પરવાને કોસ્મેટિક સાબુ બનાવવાની ફેકટરી ઝડપાઇ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભાવનગર ખાતેથી વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. તેમજ શંકાસ્પદ કોસ્મેટિકના ચાર નમુના લઈ ચકાસણી માટે મોકલી આશરે ૬૦ હજાર રૂપિયાની કિંમતનો કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, કોસ્મેટિકના લાયસન્‍સ વગર લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી અંધશ્રધ્ધા ફેલાવવાનું કૃત્ય કરતા લોકો દ્વારા કોઇ પણ પ્રકારની જ્યોતિષી કરવા માટેની ડિગ્રી વગર જ લોકોને જ્યોતીષ માર્ગદર્શન પુરુ પ...