July 31, 2024 2:40 PM

ભારતીય હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતમાં આગામી થોડા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા કરી

ભારતીય હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતમાં આગામી થોડા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા કરી છે. હવામાન વિભાગે કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્રમાં આ શનિવાર સુધી અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત દેશના અનેક સ્થળ પર આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે

July 30, 2024 2:25 PM

કેરળમાં ભારે વરસાદના કારણે વાયનાડ જિલ્લાના મુંડક્કઈ, અટ્ટમાલા અને ચૂરામલા વિસ્તારમાં તારાજી સર્જાઈ

કેરળમાં ભારે વરસાદના કારણે વાયનાડ જિલ્લાના મુંડક્કઈ, અટ્ટમાલા અને ચૂરામલા વિસ્તારમાં તારાજી સર્જાઈ છે. આજે સવારે ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત નીપજ્યા હોવાના અહેવાલ છે. જ્યારે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 66થી વધુ લોકોને સારવાર માટે વિવિધ હૉસ્પિટલ્સમાં દાખલ કરાયા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં અનેક લોકો ફસાયા હોવાની પણ શક્યતા છે. અહીં પૂરના કારણે અનેક ઘર અને વાહનને નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા સશસ્ત્ર દળ પાસેથી મદદ માગી છે. કોઝિકોડ અને કન્નૂરથી સેનાના જવાનોને...

July 29, 2024 3:50 PM

રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતાં અને સાત જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતાં અને સાત જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં એક લાખ 78 હજાર ૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિનો ૫૩.૩૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૨ લાખ ૬૪ હજાર ૩૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૭.૧૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. આજે સવારે ૮.૦૦ વાગ્યા સુધીમાં રાજ્યમાં ભારે વરસાદન...

July 22, 2024 2:28 PM

મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે પૂર્વ વિદર્ભના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ

મહારાષ્ટ્રમાં, છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે પૂર્વ વિદર્ભના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે અતિભારે વરસાદની શક્યતાને જોતા નાગપુર સહિતના કેટલાંક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. નાગપુર, ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. દરમિયાન, ગઢચિરોલી અને ભંડારા જિલ્લાની સરહદે આવેલ વૈનગંગા નદી પર આવેલ ગોસીખુર્દ ડેમમાં વધારાના પાણીના નિકાલ માટે તમામ 33 દરવાજા એક મિટર સુધી ખોલવામાં આવ્યા. જેને પગલે નિચાણવાળા વિસ્તારોને ચેતવણી જાહેર કરાઈ ...