September 26, 2024 8:13 PM

ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે વલસાડ, દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, તાપી અને સૌરાષ્ટ્માં ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત 30થી 40 કિલોમીટર પ્રતિકલાકે પવન ફૂંકાવાની પણ શક્યતા દર્શાવી છે.. આ ઉપરાંત છોટાઉદેપુર, વડોદરા, દાહોદ જેવા જીલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 28 સપ્ટેમ્બરના રોજ મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ , દાહોદ અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શ...

September 20, 2024 2:41 PM

ભારતીય હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સપ્તાહ દરમિયાન કોંકણ, ગોવા, મરાઠવાડા, રાયલસીમા અને તટીય કર્ણાટકમાં છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગરમ અને ભેજવાળા હવામાનની આગાહી કરી છે.

September 19, 2024 9:54 AM

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 સપ્ટેમ્બર સુધી આસામ, મેઘાલય અને નાગાલેન્ડ સહિતના રાજ્યો અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. દરમિયાન કોંકણ અને ગોવામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. દરમિયાન દિલ્હી અને આસપાસનાવિસ્તારોમાં ગઈ મોડી રાતથી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.

September 11, 2024 10:44 AM

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને નજીકનાં વિસ્તારોમાં હવાનું હળવું દબાણ ઉત્તર મધ્યપ્રદેશનાં મધ્ય ભાગો અને ઉત્તરપ્રદેશમાં દબાણમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી છ દિવસ માટે આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. 14 સપ્ટેમ્બર સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં આવી જ સ્થિતિ પ્રવર્તવાની સંભાવના છે.

September 10, 2024 2:41 PM

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ કહ્યું કે આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે. દરમિયાન, IMD એ આગામી 4 દિવસ દરમિયાન ઝારખંડ, પશ્ચિમ બંગાળનાં ગંગા નદીનાં વિસ્તારો, હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, કોંકણ, ગોવા અને ગુજરાતમાં આવતીકાલ સુધી વરસાદ યથાવત રહેશે. દક્ષિણ ભારતમાં, હવામાન વિભાગે આજે કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક,...

September 6, 2024 9:36 AM

હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે કહ્યું છે કે 11 સપ્ટેમ્બર સુધી છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. તેલંગાણા, તટીય કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશમાં નવમી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી બે દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. આ ઉપરાંત ઉત્તરપૂર્વ ભારત, આંદામાન નિકોબાર ટાપુઓ, ઓડિશા, પશ્ચિમ બંગાળના હિમાલયની તળે...

September 6, 2024 8:16 AM

6 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભરૂચ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતના વડોદરામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં કુલ 190 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. સત્તાવાર આંકડા મુજબ, સૌથી વધારે સવા ચાર ઇંચ વરસાદ ગાંધીનગરના માણસા અને મહેસાણામના વિજાપુર તાલુકામાં વરસ્યો હતો. જ્યારે મહેસાણા, પ્રાંતિજ અને ડ...

September 4, 2024 11:00 AM

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરા તેમજ ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ અને જ્યારે અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉપરાંત આજે પણ ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ છે. જ્યારે દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

September 4, 2024 10:14 AM

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ઉત્તર તમિલનાડુ, કર્ણાટકને અડીને આવેલા રાયલસીમા, રાજસ્થાન, દક્ષિણ મરાઠવાડાને અડીને આવેલા તેલંગાણા, દક્ષિણ હરિયાણા, પશ્ચિમ અને ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે. ઉત્તરાખંડ, પશ્ચિમ બિહાર, પૂર્વ ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ રાત્રિ દરમિયાન...

September 2, 2024 3:27 PM

સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું

સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું છે.. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને તાપી સહીતના જીલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે.. આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં 91 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગ જીલ્લામાં સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો છે.. આ ઉપરાંત તાપીના સોનગઢમાં છ, નવસારીના વાંસદામાં સાડા પાંચ ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે.. અમરેલીના જાફરાબાદ બંદરે દરીયા કિનારે પવન સાથે કરંટ જોવા મળ્યો હતો, જેમાં જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવીને માછી...