September 22, 2024 12:03 PM

ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું, અશ્વિને 6 વિકેટ ઝડપી

ભારતે પ્રવાસી બાંગ્લાદેશને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 280 રનથી હરાવીને ઐતિહાસિક જિત મેળવી છે. બાંગ્લાદેશની ટીમ ચોથા દિવસે પોતાના બીજા દાવમાં 234 રનમાં સમેટાઇ ગઈ હતી. ભારતે બાંગ્લાદેશને 515 રનનો મોટો અને અઘરો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતના રવિચંદ્રન અશ્વિને 6 અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ મેચ આગામી તા. 27 સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે.

August 26, 2024 7:47 PM

ભારત અને સિંગાપુરમાં મંત્રીઓની બીજી ગોળમેજી બેઠક આજે સિંગાપુર ખાતે મળી

ભારત અને સિંગાપુરમાં મંત્રીઓની બીજી ગોળમેજી બેઠક આજે સિંગાપુર ખાતે મળી હતી. બેઠક દરમિયાન ભારત અને સિંગાપુરના નેતાઓએ બંને દેશો વચ્ચે ભાવી ક્ષેત્રોમાં સહકાર વધારવાની તકો અંગે ચર્ચા કરી. બંને દેશોએ છ મુખ્ય કેન્દ્રોની પસંદગી કરી છે. જેમાં ડિજીટલીકરણ, કૌશલ્યવિકાસ, સ્થિરતા, આરોગ્ય અને સારવાર તેમજ અત્યાધુનિક માળખાકીય વિકાસ અને નેટવર્કસેવાઓ સામેલ છે. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર, રેલવેઅને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયૂષગોયેલ ઉપસ...

August 3, 2024 10:18 AM

આજે ભારતીય અંગદાન દિવસ : દિલ્હી ખાતે ગુજરાતને પાંચ શ્રેણીમાં એવોર્ડ મળશે

આજે 3 ઓગસ્ટ ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે. વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૩માં અંગદાતાઓની સંખ્યામાં ૧૨૮ ટકા અને અંગોના દાનમાં ૧૭૬ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1654 અંગનું દાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 થી 2021 દરમિયાન રાજ્યમાં 170 અંગદાન થયા હતા. કોરોનાકાળ બાદ રાજ્યમાં સર્વત્ર પ્રસરેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે 2022 થી જુલાઇ 2024 એટલે કે અઢી વર્ષમાં 367 જેટલા અંગદાન થય...

August 1, 2024 2:07 PM

પેરિસ ઓલિમ્પિકમાં ભારત નિશાનેબાજી, મુક્કેબાજી, હોકી અને ટેબલ ટેનિસ સહિતની રમતોમાં ભાગ લેશે

પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન્નિવા સામે સરળ વિજય મેળવ્યો હતો.પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન્નિવા સામે સરળ વિજય મેળવ્યો હતો. અન્ય બોક્સર નિશાંત દેવ પણ બોક્સિંગમાં 71 કિલો વજન વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યાં છે. ભારતનાં ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલા પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંકિત ચીનનાં સુન યિંગ્શા સામે હારી ગયાં ...

July 1, 2024 8:04 PM

ભારત અને પાકિસ્તાને આજે નાગરિક કેદીઓ અને માછીમારોના નામોની યાદીની આપ-લે કરી

ભારત અને પાકિસ્તાને આજે નાગરિક કેદીઓ અને માછીમારોના નામોની યાદીની આપ-લે કરી. વિદેશમંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતે પાકિસ્તાનને 366 નાગરિક કેદીઓ તેમજ 86 માછીમારોના નામ આપ્યા છે. જ્યારે પાકિસ્તાને ભારતને 43 નાગરિક કેદીઓ અને 211માછીમારોના નામ સોંપ્યા છે. વર્ષ 2008માં દ્વીપક્ષીય સમજૂતી અંતર્ગત બંને દેશો પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈએ આ યાદીની આપ-લે કરે છે. ભારતે પાકિસ્તાની જેલમાં રહેલા નાગરિકો અને માછીમારો તેમજ તેમનીબોટને ઝડપથી મુક્ત કરવા પાકિસ્તાનને અપીલ કરી છે.

June 18, 2024 3:38 PM

ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃધ્ધિનો અંદાજ માર્ચનાં સાત ટકાથી વધારીને 7.2 ટકા કર્યો

ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃધ્ધિનો અંદાજ માર્ચનાં સાત ટકાથી વધારીને 7.2 ટકા કર્યો છે. ગ્રાહક ખર્ચ અને રોકાણમાં વધારાને પગલે વૃધ્ધિદરનો અંદાજ સુધારવામાં આવ્યો છે. આજે વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ અંગે પ્રસિદ્ધ થયેલા ફિચ રેટિંગ્સના ત્રિમાસિક અહેવાલમાં વૈશ્વિક વૃધ્ધિનો અંદાજ 2.4 ટકાથી વધારીને 2.6 ટકા કરવામાં આવ્યો છે. યુરોપિયન દેશોમાં આર્થિક સ્થિતિમાં તથા ચીનનાં નિકાસ ક્ષેત્રમાં સુધારો નોંધાયો છે. ચીનને બાદ કરતાં ઊભરતા બજારોમાં સ્થાનિક માંગમાં મજબૂત ઉછાળો નોંધાયો છે. આ પરિબળો આગામી ...