September 1, 2024 8:27 PM

બિહારમાં, વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ – RJDએ આજે દેશવ્યાપી જાતિ આધારિત વસ્તીગણતરી અને બંધારણની 9મી અનુસૂચિમાં બિહાર વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલ અનામત ક્વોટાનો સમાવેશ કરવાની માંગણી સાથે વિરોધ કર્યો હતો,

બિહારમાં, વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ - RJDએ આજે દેશવ્યાપી જાતિ આધારિત વસ્તીગણતરી અને બંધારણની 9મી અનુસૂચિમાં બિહાર વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલ અનામત ક્વોટાનો સમાવેશ કરવાની માંગણી સાથે વિરોધ કર્યો હતો, જે કાયદાઓની ન્યાયિક સમીક્ષાથી મુક્તિ આપે છે. વરિષ્ઠ આરજેડી નેતા અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે પટનામાં પાર્ટી કાર્યાલયમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.અન્ય પક્ષના નેતાઓએ પણ માંગને લઈને જિલ્લા મુખ્યાલય પર પ્રદર્શન કર્યું હતું.

August 12, 2024 3:47 PM

બિહારના જહાનાબાદમાં મંદિરમાં થયેલી નાસભાગમાં સાતના મોત, રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરી

બિહારના જહાનાબાદ જિલ્લાના બાબા સિદ્ધેશ્વરનાથ મંદિરમાં આજે સવારે થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા સાત શ્રદ્ધાળુઓના મોત અને 16 ઇજાગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જહાનાબાદના પોલીસ અધિક્ષક અરવિંદ પ્રતાપસિંહે જણાવ્યું છે કે સ્થાનિક વિક્રેતાઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે કેટલાક મુદ્દા પર વિવાદને પગલે સવારે નાસભાગ મચી ગઈ હતી. શ્રી સિંહે કહ્યું કે ઘાયલોને જહાનાબાદ સદર હોસ્પિટલમા...