September 3, 2024 7:26 PM

બનાસકાંઠાના થરાદ ખાતે બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઈલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું

બનાસકાંઠાના થરાદ ખાતે બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઈલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશની આવી પ્રથમ લેબોરેટરીનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રયોગશાળાના ઉદઘાટન પ્રસંગે શંકર ચૌધરીએ જિલ્લાના ખેડૂતોને તેના દ્વારા મળતા ફાયદા વિષે વાત કરી હતી. આગામી સમયમાં ખેડૂતોને પોતાની જમીનમાં કયું વાવેતર કરવાનું છે અને તેમાં કયા ખાતરનો ઉપયોગ કરવાનો છે તે આ માટી પરીક્ષણ ઉપરથી નક્કી થશે. ખેડૂતોને ઘરે બેઠા...

August 22, 2024 8:11 PM

બનાસકાંઠાના રાહ-ચાંગડા-લુવાણા-મોરથલ તેમ જ લુવાણા-બવેરાના કુલ 20 કિલોમીટરથી વધુના માર્ગને દ્વિ-માર્ગીય બનાવવા 32 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી

રાજ્ય સરકારે બનાસકાંઠાના રાહ-ચાંગડા-લુવાણા-મોરથલ તેમ જ લુવાણા-બવેરાના કુલ 20 કિલોમીટરથી વધુના માર્ગને દ્વિ-માર્ગીય બનાવવા 32 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. આ બે રસ્તાઓની હાલની પોણા ચાર મીટરની પહોળાઈને વધારીને 7 મીટર કરીને તેને દ્વિ-માર્ગીય બનાવવામાં આવશે. શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રસ્તાઓના વિસ્તૃતીકરણ માટે વિવિધ રાજકીય આગેવાન સહિત વિવિધ વર્ગો દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરેલી આ રકમને પરિણામે હવે આ રસ્તાઓ પોણા ચાર મીટરના સ્થાને 7 મ...